રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આશાપુરાનગરમાં ફાઇનાન્સરના મકાનમાંથી જુગારધામ ઝડપાયું: સાત મહિલા ઝડપાઇ

04:13 PM Oct 07, 2024 IST | admin
Advertisement

ભક્તિનગર પોલીસે દરોડો પાડી રૂા.18 હજારનો મુદ્ામાલ જપ્ત કર્યો

Advertisement

શહેરના ભક્તિનગર વિસ્તારના આશાપુરાનગરમાં રહેતા ફાયનાન્સરે મકાનમાં જુગારધામ ચાલુ કર્યું હોવાની બાતમી મળતા ભક્તિનગર પોલીસના સ્ટાફે દરોડો પાડી સાત મહીલા સહીત આઠ શખ્સોને ઝડપી 18250નો મુદામાલ જપ્ત કર્યો હતો.

બનવાની પ્રાપ્ત વિગતો અનુસાર, ભક્તિનગર પોલીસના પીએસઆઇ વસાવા, પુષ્પરાજસિંહ ગોહીલ અને સ્ટાફે આશાપુરાનગરમાં આવેલા ફાયાન્સર હરપાળસિંહ જુવાનસિંહ વાળાના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડયો હતો અને જુગાર રમતા શાંતુબેન જશાભાઇ હેરભા, શાન્તાબેન લક્ષ્મણભાઇ આડેસરા, નિશાબેન રામસિંગભાઇ ઠકુડી, આરતીબેન શાંતીલાલ રાયચુરા, હંસાબેન શ્રીપ્રસાદ રાણા, મીનાબા હરીશ્ર્ચંદ્રસિંહ પરમાર અને સવીતા પ્રતાપપુરી ગૌસ્વામી (રહે.ભગવતીપરા, સુખસાગર શેરી નં.1)ની તેમજ મકાન માલીક હરપાળસિંહ વાળાની પણ ધરપકડ કરી હતી. જુગારધામ કેટલા સમયથી ચાલતુ હતુ એ અંગે પલીસે તપાસ શરૂ કરી છે.

Tags :
crimegablinggujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement