ઘાંચીવાડમાં કાપડના વેપારીના ઘરમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો: 10 શખ્સોની ધરપકડ
રૂા. 74 હજારની રોકડ સહિત
રૂા. 1.30 લાખનો મુદ્દામાલ કબજે: જમીન-મકાનના ધંધાર્થી અને ભંગારના વેપારી જુગાર રમતા હતા
શહેરના ઘાંચીવાડમાં કાપડના વેપારીએ પોતાના ઘરમાં શરૂ કરેલ જુગાર ક્લબ ઉપર ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાંટકી હતી અને જૂગાર રમતા કાપડના વેપારી જમીન મકાનના ધંધાર્થી, ભંગારના વેપારી અને રિક્ષા ડ્રાઈવર સહિત 10ની ધરપકડ કરી રૂા. 74 હજારની રોકડ સહિત રૂા. 1.30લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગતો મુજબ શહેરના ઘાંચીવાડ શેરી નં. 5ના ખુણે રહેતા અને કાપડનો વેપાર કરતા અબ્દુલઅજીમ મહમદહનીફ ચીચોદરા પોતાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા તથા પી.આઈ. મનોજ ડામોરની સૂચનાથી ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતો અબ્દુલઅજીમ મહમદહનીફ ચીચોદરા સાથે જમીન મકાન લે-વેચનું કામ કરતો ઘાંટીવાડ શેરી નં. 6 માં રહેતો ફારુક ઝુમા ડેલા, કલર કામ કરતો મહમદ હુસેન આમદભાઈ કરગથરા, ઘાચીવાડ શેરી નં. 2માં રહેતો મજુરી કામ કરતો શોએબ યુસુફ મોટલાણી, નવી ઘાંચીવાડ શેરી નં. 1માં રહેતો અને ગેરેજમાં નોકરી કરતો.
આફતાબ આમદભાઈ અગવાન, ઘાચીવાડ 7 માં રહેતો મહેમુદ વલીભાઈ અમરેલિયા, ભંગારનો ડેલો ચલાવતો અને ઘાચીવાડ શેરી નં. 6માં રહેતો મહમદ નઈમ દાઉદભાઈ કુલાણી, રિક્ષા ડ્રાઈવીંગ કરતો અને ઘાંચીવાડ 1માં રહેતો રિક્ષા ડ્રાઈવીંગ કરતો ઈમરાન ઈકબાલ મકવાણા, રિક્ષા ડ્રાઈવીંગ કરતો અને નવી ઘાંચીવાડ 8માં રહેતો જાવેદ ઈબ્રાહીમ મેતર, ગુલમહોમદ વલીભાઈ મોદી રિક્ષાડ્રાઈવરની ધરપકડ કરી રૂા. 74,900ની રોકડ સહિત રૂા. 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ દરોડામાં ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી બસિયાની સુચનાથી પીઆઈ એમ.આર. ગોંડલિયા, પીઆઈ મનોજ ડામોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રણજીતસિંહ પઢિયાર, વાલાભાઈ ડાભી, સંજયભાઈ દાફડા, તુલશીભાઈ ચૂડાસમા, પ્રવિણભાઈ જતાપરા, કૌશીકભાઈ ગઢવી અને સંજયભાઈ ખાખરિયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.