For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી. જી. હોસ્પિટલમાં રૂા.575 કરોડના ખર્ચે બનશે નવો સુપર સ્પેશિયાલિટી વિભાગ

12:32 PM Feb 17, 2024 IST | Bhumika
જી  જી  હોસ્પિટલમાં રૂા 575 કરોડના ખર્ચે બનશે નવો સુપર સ્પેશિયાલિટી વિભાગ
  • 650 બેડ સુપર સ્પેશિયાલિટી સેવાઓ માટે, 500 માતૃ-બાળ કલ્યાણ માટે ઉપલબ્ધ થશે

જામનગર જી. જી. હોસ્પિ. પરિસરમાં રૃ. 575 કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. 1150 પથારીની હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને 500 બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. નિર્માણ પામનાર નવીન હોસ્પિટલ જામનગર ઉપરાંત પડોશી જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

Advertisement

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૃ. 575 કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. 1150 પથારીની હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને 500 બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી ક્લિનીક, એડોલસંટ ક્લિનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ પરિસરમાં વર્ષો જૂના બાંઘકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં 2145 બેડની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ 2021 થી 23 માં 14.70 લાખ દર્દીઓએ સારવાર મેળવી.24.39 લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા . 17,307 સફળ પ્રસુતિ થઈ. 18727 મેજર અને 35565 માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement