ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?
જામનગરમાં આવેલી સેનાની એક પાંખ નાં મહિલા અધિકારી રજા પર પોતાના વતનમાં ગયા તે પછી તેમના બંધ કવાર્ટરમાં કોઈ શખ્સ રંગરેલીયા મનાવી ગયા હોવાનું બહાર આવ્યું છે. તે મહિલા અધિકારીએ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કર્યા પછી આ બાબતની ખાનગી રાહે તપાસ ચાલુ કરવામાં આવી છે. અને કેટલાક શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. જામનગરમાં આવેલા ભારતીય સેનાની એક પાંખના રહેણાંક વિસ્તારમાં રહેતા ઉચ્ચ મહિલા અધિકારી થોડા દિવસો માટે રજા પર વતન મા ગયા હતા. આ પછી ત્યાંથી પરત ફર્યા હતા. ત્યાર પછી આ અધિકારીએ પોતાના રહેણાંકમાં પલંગની હાલત અસ્તવ્યસ્ત જોઈ તે અધિકારી એ પોતાના મકાનમાં તપાસ કરતાં ચોરી થઈ ન હોવાનું જણાઈ આવ્યું હતું અને મુખ્ય દરવાજા પર મારવામાં આવેલું તાળું પણ યથાવત જોવા મળતાં તે મહિલા વધુ મૂંઝાયા હતાં.
ત્યારપછી તેઓએ વધુ તપાસ કરતા તેમના પલંગ પર ચાદરમાં કોઈ વ્યકિતના સિમેન ના નિશાનો જોવા મળતાં. તેણી એ પોતાની ગેરહાજરીમાં અને બંધ રહેલા રહેણાંકમાં કોઈએ રંગરેલીયા મનાવ્યા હોવાનું અનુમાન લગાવ્યું હતું. ઉપરોકત બાબતે તે અધિકારીએ જામનગરના જિલ્લા પોલીસવડાને જાણ કરતાં આ મામલે ખાનગી રીતે તપાસ શરૂૂ કરવામાં આવી છે. એસ.પી.ની સુચનાથી તે તપાસ કાર્યવાહીમાં માત્ર બે અધિકારીને જોડવામાં આવ્યા છે અને તેઓને પણ મીડિયા કે અન્ય સાથે તે બાબતે વાત ન કરવા સુચના આપવામાં આવી છે. પરંતુ કોઈ રીતે આ બાબતની જાણકારી મીડિયા સુધી પહોંચી છે. આ કિસ્સામાં પોલીસે પાંચેક શખ્સોની શક નાં આધારે પૂછપરછ કરી છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણમાં કયો વળાંક આવે છે તે જોવાનું રહ્યું.