કલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટ
બીજા નોરતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ: કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓ પર ઇનામોની વણઝાર
રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે પ્રધુમન પ્લોટમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ જમાવટ લઈ રહયો છે. કલબ યુવીમાં બીજા નોરતે રંગબેરંગી કપડામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા.
કલબ યુવી ના ગ્રાઉન્ડમાં દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીમાં 80 ફુટના વિશાળ પટ્ટાંગણ માં જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિરે કલબ યુવીના બીજા નોરતે ઉમિયાધામ સિદસરના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સ્મિતભાઈ કનેરીયા, શિવલાલભાઈ આદ્રોજા, બાબુભાઈ ઘોડાસરા, ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, મનુભાઈ વિરપરીયા, ધરમશીભાઈ સીતાપરા, યુનીટી સિમેન્ટના પુનીતભાઈ ચોવટીયા, ભાવેશભાઈ ફળદુ, ગોંડલ નાગરીક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા, શિવલાલભાઈ ધોડાસરા, સિતેષભાઇ ત્રાંબડીયા, ધનશ્યામ મારડીયા, ગીરીશભાઇ ચારોલા, નરેન્દ્રભાઈ સિણોજીયા, એનીમલ હેલ્પ લાઈનના મિતલ ખેતાણી સહીતના એ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. મહાનગરપાલીકા ના ફાયર ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, ચેતનભાઈ પાણ, કલબ યુવીના મહેમાન બન્યા હતા.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે નવરાત્રી ગ્રાઉન્ડમાં ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઈસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે.
જેમાં કલબ યુવી માં બીજા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ કાલરીયા બિરવા, મેંદપરા દિવા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ શ્રેય ડેડકીયા, મોક્ષીલ ભૂત, ચિલ્ડ્રન પ્રિન્સેસ વાણી આદોદરા, ધ્યાના આદોદરા, ચિલ્ડ્રન પ્રિન્સ શીવમ્ મારડીયા, નિહાર બેરા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ વાછાણી જીનલ, ઝાલાવાડીયા પ્રિયા, ભાલોડી લીઝા, વેલ ડ્રેસ પ્રિન્સ દેસાલ ચરીત, જયદિપ કાનાણી, પ્રિન્સેસ તરીકે કાલરીયા ક્રિષ્ના, ઘેટીયા માનસી, નીરવ વિરોજા, પ્રિન્સ તરીકે ટીલવા અંશ, આયુષ ફળદુ, કાલરીયા એલીસ વિજેતા બન્યા હતા.
કલબ યુવીના બીજા નોરતે વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના ડીમ્પલબેન તથા સ્મિતભાઈ કનેરીયા, સુનીધીબેન તથા વિક્રમજીત સંધુ, માણેક જવેલર્સના ટીવકલબેન તથા કરણભાઈ રાણીંગા, કિશાન જવેલર્સના અલ્પાબેન તથા વિપુલભાઈ ભુત, કલબ યુવીના કાંતીભાઈ ઘેટીયા તથા મધુબેન, સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા તથા મનીષાબેન, શ્યામલ ગ્રુપના પારૂૂલબેન તથા અનીલભાઈ લાલકીયા, ખુશ્બુબેન તથા વિપુલભાઇ માકડીયા, યુનીટી સિમેન્ટના રીનાબેન તથા પુનીતભાઈ ચોવટીયા, અંકીતાબેન તથા અમીતભાઈ કણસાગરા, એન્જલ કેબલના નિલેશભાઈ આકોલા, રાહીનો ફોમ ના શિતાન્સુ ભાલોડી, મીત કેટરર્સના જગદીશ જીવરાજાની, વુડ ઓપ્શનના જીજ્ઞાશાબેન તથા દિલીપભાઈ રબારા, એન.જે. પેન્ટર્સના ઇશીતાબેન ઉત્સવભાઈ ભેંસદડીયા, કલબ યુવીના પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઈ ચાપાણી, ઉમિયાધામના ટ્રસ્ટી હર્ષિતભાઈ કાવર, પી.આઈ. ધવલભાઇ હરીપરા, સાઇબર ક્રાઈમના પી.આઈ. જે.એમ.કૈલા, ચેતનાબેન તથા જયેશભાઈ ભાલોડીયા, મનીષાબેન તથા રાજુભાઈ કાવર એ ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં જજ તરીકે માધવી જોગીયા, તેજસ મજેઠીયા, ડો. જુલી અનડકટ, એકતા વ્યાસ, નીમીષા જોશી, હિતેશભાઈ ટીનાબેન, નિધિ ભટ્ટ, ભાર્ગવ પંડયા, ડો. મીનાક્ષી હિરપરા એ સેવા આપી હતી. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ 108 ની ટીમ કાર્યરત છે.