નિખિલ દોંગા ગોંડલમાં ચૂંટણી લડે તો સંપૂર્ણ સમર્થન : અલ્પેશ કથીરિયા
નિખિલ દોંગાએ આપેલા નિવેદન બાદ રાજનીતિક ગરમાવો આવી ચુક્યો છે. દોંગાએ પોતે ગોંડલ વિધાનસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. તેણે અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર અને ગોંડલની જનતા પાસે સમર્થનની માંગ કરી હતી. નિખિલ દોંગાના નિવેદન બાદ અલ્પેશ કથિરિયા પણ તેને સમર્થનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જયરાજસિંહના એકહથ્થુ અને ગુંડાગર્દીવાળા વલણ સામે જે પણ લડતું હશે તેને અમારુ સંપુર્ણ સમર્થન રહેશે.
અમે ગુજરાતના મિર્ઝાપુર બનતું અટકાવવા માટે નિકળ્યા છીએ. નિખિલ દોંગાએ આપેલા નિવેદન સામે અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા સામે આવી હતી. નિખિલ દોંદાએ જે પ્રકારની વાત કરી તે પણ ખુબ જ આશ્ચર્યજનક છે. નિખિલ દોંગાએ ગોંડલની પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે. ગોંડલની પ્રજા કેટલી રિબાઇ રિબાઇને જીવી રહી છે તે સ્પષ્ટ રીતે દેખાય છે. નિખિલ દોંગાને અમારુ સંપુર્ણ સમર્થન છે.
નિખિલ દોંગા ચૂંટણી લડશે તો તેને તમામ રીતે અમારો સહકાર મળશે. હાલ તો તેના સૌરાષ્ટ્રમાં જવા પર પ્રતિબંધ છે. ત્યારે સુરત એપી સેન્ટર બને તો તમામ રીતે અમારો સહકાર સપોર્ટ રહેશે. નિખિલ દોંગાના ઇન્ટરવ્યૂથી ખબર પડી કે તેની પર કઈ રીતના જુલમ થયા અને ખોટા ગુસ્સી ટોકના કેસો કરાયા છે. જો તે જયરાજસિંહના શરણે થયો હોત તો તેને આ બધુ સહન કરવાનો વારો આવ્યો ન હોત. પરંતુ તેણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો જેનું પરિણામ તેઓ આજે ભોગવી રહ્યા છે. પરંતુ અમારુ તેમને સંપુર્ણ સમર્થન છે. અન્યાય સામેની આ લડાઇમાં ગુજરાતને મિર્ઝાપુર બનતું અટકાવવા માટે અમે તેમને તમામ સહયોગ આપવા માટે તૈયાર છીએ.