જામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?
જામકંડોરણા મા મામલતદાર ઓફીસ ની બહાર છટકાવ પાવડર નો થઈ રહ્યો હતો ત્યારે છટકાવવામાં 19 કિલો ચુનામાં એક કિલો મેલોથીઓન પાંચ ટકા નાખવામાં આવી રહ્યું હતું જે સ્થળ પરના કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા પણ ડસ્ટિંગ ભેળવીને કરવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું હતું જ્યારે હેલ્થ ઓફિસર કૃપાબેન જાની સાથે ટેલિફોનિક વાતચીત પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જામકંડોરણા અને ગામડાઓમાં નાખવામાં આવતો પાવડર ચૂનો છે અને એ જંતુનાશક પાવડર નથી અને ઉપર લેવલથી છૂટ આપે ત્યારે સ્પેશ્યલી હોય ત્યારે જંતુનાશક પાવડર નાખવામાં આવતો હોય છે અને અત્યારે ચૂનો જ નાખવામાં આવે છે પાણીના જે ખાડા ભરાણા હોય તે મા ચુનો નાખવાથી જીવ જંતુ મરી જાય છે એટલે ચુનો જ નાખવામાં આવે છે.
જ્યારે આરોગ્યના સુપરવાઇઝર વિરાણી સાહેબ ને ટેલીફોનિક પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે ખાલી ચૂનો જ નાખીએ છીએ પહેલા મેલોથિઓન ભેળવતા પણ ગવર્મેન્ટ એ એન્ટીએલોજિક થતું એટલે સરકારે ના પાડી એટલે ખાલી ચૂનો નાખીએ છીએ અને આ ચુનાથી એન્ટિવાયરલ બેક્ટેરિયા અટકાવી શકાય છે અને પહેલા જે વપરાતું એમાં મેલોથિઓન 10 નાખતા હવે કંઈ ભેળવતા નથી જે ભેળવતા એ સ્કીન માટે હાનિકારક હોય જેથી ભેળવવું નહીં એવું સરકારે કીધું છે જેથી ડસ્ટિંગ માટે ખાલી ચૂનો વાપરીએ છીએ ચુનાથી જીવજંતુ મરતા નથી જેવા કે મચ્છર માખી ઈતરડા મકોડા અથવા કોઈ મેલરીયા કેતા તાઈફોડ જેવા તાવ કે અન્ય રોગચાળો ફેલાવતા જંતુઓ મરતા નથી.
ચુનાથી ફક્ત ભેજવાળા વાતાવરણમાં છાંટવાનું છે જેથી એન્ટી બેક્ટેરિયા વાયરલ થાય નહીં અને એ ભેજ સોચાઈ જાય અને વધુ ભેજ ના થાય એના માટે બાકી એ ચૂના માંથી જંતુ કોઈ મરતા નથી જ્યારે વધુમાં મામલતદાર ઓફિસમાં વિઝીટ માટે આવેલ ડેપ્યુટી કલેક્ટર ને આ બાબતે મૌખિક વાતચીત કરીને રુબરુ પુછ્યું હતું કે મામલતદાર ઓફિસમાં થતો આ છંટકાવ ચુનો છે કે મેલોથિઓન ?? એ બાબતે અમે છટકાવ કરતા કર્મચારીઓ અને હેલ્થ ઓફિસર અને સુપરવાઇઝર સાથે ટેલીફોનિક વાત કરી અને છટકાવ કરતા કર્મચારીઓની વાતચીત ફેરફારવાળી છે એવું જણાવતા ડેપ્યુટી કલેક્ટર સાહેબ દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું હતું કે હું મારા લેવલે જોવડાવી લઈશ છટકાવ માં ઉપયોગમાં કઈ વસ્તુ લેવાની હોય અને વધુ તમારી જાણકારી માટે નાયબ મામલતદાર દ્વારા તમને આરોગ્યના ઉપરના નંબર આપવામાં આવશે ત્યાંથી તમે આ બાબતે જાણકારી મેળવજો અને તેઓને આ બાબતે જે છટકાવ થઈ રહ્યો છે એ જણાવજો.