વૈશ્ર્વિક રામકથા માનસ સદ્ભાવના દરમિયાન નિ:શુલ્ક બસ વ્યવસ્થા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ અંદાજે 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને હજારો લોકો ભોજન પ્રસાદનો લ્હાવો લેશે.
આ રામકથામાં બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટી પડશે. વૈશ્વિક રામકથાનું શ્રવણ કરવા આવનાર શ્રાવકો માટે વિનામૂલ્યે વિશેષ બસની સુવિધા કરવામાં આવી છે. જેનો લાભ દરેક લઈ શકશે. તા. 23 નવેમ્બર બપોરે 2.30 વાગ્યે અને તા. વષ નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સવારે 8.30 વાગ્યાથી બસના વિવિધ વિસ્તારમાં રૂૂટ નકકી કરાયા છે.તે મુજબ આ બસો ભાવિકોને સવારે કથા સ્થળ પહોંચાડી બપોરે કથાશ્રવણ, ભોજન પ્રસાદ બાદ પરત લઈ જવા સહિતની સેવા આપશે. રામકથા દરમિયાન કુલ 50 બસ સેવા આપશે. બસ વ્યવસ્થા માટે જીતુભાઈ ધોળકીયા, (ધોળકીયા સ્કુલ) દ્વારા 35 બસ અને આર.કે. કોલેજ દ્વારા લસ બસનો સહયોગ મળેલ છે. જેમાં દરેક રૂૂટ પર ?(બે) બસ ફાળવવામાં આવી છે.
રામકથા સ્થળે પહોંચવા માટે બસ વ્યવસ્થા અંતર્ગત વિવિધ રૂટની માહિતી
રૂૂટ-1 : મવડીથી ઉપડશે જેમાં સવારે 8.30 - ઝખરા પીર મંદિરથી ઉપડશે, 8.35 - બાપા સીતારામ ચોક, 8.50 બાલાજી હોલ, 8.55 - કે.કે.વી. હોલ, 9.10 - મવડી ગામ, 8.40 - બીગ બાજાર, 9.ઘઘ - બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, 9.15, કોસ્મો કોમ્પલેક્સ, 9.30. કથા સ્થળ પંહોચશે.
રૂૂટ-2 : પી.ડી. માલવીયા કોલેજ જેમાં સવારે 8.30 - પીડીએમ કોલેજથી ઉપડશે, 8.40 - ગોકુલ ધામ, 8.45 સ્વામી નારાયણ ચોક, 8.50- આનંદ બંગલા ચોક, 9.00 - ત્રિશુલ ચોક (લક્ષ્મી નગર), 9.10, વિરાણી ચોક, 9.20-એસ્ટ્રોન ચોક, 9.30- કથા સ્થળ પહોંચશે.
રૂૂટ -3 : કોઠારીયા ગામ જેમાં સવારે 8.15 - કોઠારીયા ગામથી ઉપડશે (પાણીના ટાંકા પાસેથી), 8.25 - રણુજા મંદિર, 8.35 - કોઠારીયા ચોકડી, 8.45 - નંદા હોલ, 8.55 - નિલકંઠ ટોકીઝ, 8:00 - સોરઠીયા વાડી ચોક, 9.05 - આઈસક્રીમ (ગોંડલ રોડ), 9.20 - ભકિતનગર સર્કલ, 9.15 - મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ, 9.30 - સત્યવિજય કથા સ્થળ પહોચશે.
રૂૂટ-4 : જીવરાજ પાર્કથી ઉપડશે: સવારે 8.30 . જીવરાજ પાર્ક, 8.40 - શાસ્ત્રી નગર, 8.45 - નાનામવા સર્કલ, 8.55 ચોક, 9:10- પંચવટી હોલ, 9.20 ધારેશ્વર ડેરી (કોટેચા ચોક), 9. 30-કથા સ્થળ પહોચશે. " રાજનગર ચોક, 9.05 લક્ષ્મીનગર
રૂૂટ-5 : માધાપર ચોકડીથી: સવારે 8.30 - માધાપર ચોકડી (પુલ નીચેથી), 8.40- અયોધ્યા ચોક, 8.50 - શિતલ પાર્ક, 9.00 - રામાપીર ચોક, 9.10 - નાણાવટી ચોક, 9.20 - રૈયા ચોકડી, 9.30- કથા સ્થળ પહોંચશે.
રૂૂટ-6 : ઉપલા કાંઠા વિસ્તાર જેમાં સવારે 8.20 - રામદેવપીર મંદિરથી ઉપડશે, 8.25 ભગીરથ સોસાયટી (સંત કબીર રોડ), 8.35 ત્રિવેણી ગેઈટ (સંત કબીર રોડ), 8.45 જલગંગા ચોક (સંત કબીર રોડ), 8:55 ગોવિંદ બાગ શાક માર્કેટ, 9.00 શ્રી બાલક હનુમાન (પેડક રોડ), 9.05 રણછોડદાસજી બાપુના આશ્રમ (કુવાડવા રોડ), 9.15, પારેવડી ચોક, 9.30- કથા સ્થળ પહોંચશે.
રૂૂટ-7 : રેલનગરથી ઉપડશે જેમાં સવારે 8.30 - રેલનગર પેટ્રોલ પંપથી ઉપડશે, 8.50- આસ્થા ચોક (રેલનગર),9.00 - આંબલીયા હનુમાન (જંકશન પાસે), 9.10- સાંઢીયા પુલના ખુણે પેટ્રોલ પંપ, 9.30- કથા સ્થળ પહોચશે.
રૂૂટ-8 : એચ.જે. સ્ટીલ (ભાવનગર રોડ) જેમાં સવારે 8.30 એચ.જે. સ્ટીલથી ઉપડશે, 8.45 ચુનારાવાડ ચોક, 9.00 રામનાથપરા પોલીસ લાઈન, 9.05 - રામનાથપરા ગરબી ચોક, 9.15- કોઠારીયા નાકા, 9.20- ત્રિકોણ બાગ, 9.30- કથા સ્થળ પહોંચશે.
રેસકોર્ષ ખાતે પૂ. મોરારિબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથામાં વિનામુલ્યે બસ સેવામાં આશરે 15 થી 20 વર્ષના અનુભવી કુલ 50 ડ્રાઈવરોની ફૌજ (રીઝર્વ સાથે) પોતાની સેવા આપશે. બસના કાચ પર રૂૂટના ક્રમ નંબરનું સ્ટીકર અને મોટું બેનર દૃશ્યમાન થશે જેમાં રૂૂટની તમામ વિગતો હશે તેમજ બાળકોને સ્કુલે લઈ જતાં વિનમ્રતાસભર ડ્રાઈવરો પોતાની સેવા આપશે.
શ્રોતાઓની સુરક્ષા માટે 20 કરોડનું વીમા કવચ
શનિવારથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે માનસ સદભાવના વૈશ્વિક રામકથાનો પ્રારંભ થવા જઈ રહયો છે અને રામકથાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. રેસકોર્ષ મેદાન ખાતે રામકથા સ્થળ ખાતે જર્મન ડોમ, લાઈટ, મંડપ, સાઉન્ડ, એલ.ઈ.ડી. સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. ભાવિકોની સુરક્ષા માટે સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા 20 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે. કોઈ આકસ્મિક ઘટના, આગ સહિતના જોખમોને આ વીમા પોલીસીમાં આવરી લેવામાં આવ્યા છે. આ માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રૂૂ.4.60 લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે.
રામકથામાં રવિવારે મુખ્યમંત્રી, રાજ્યપાલ રહેશે ઉપસ્થિત
આગામી શનિવારથી સદભાવના રાજકોટમાં રેસકોટ મેદાન ખાતે મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં મુખ્યમંત્રી સહિતના દિગજ કથામાં પધારવાના છે ત્યારે તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂૂ કરી લેવામાં આવી છે અને આગામી રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત સહિતના દિવસ નેતાઓ હાજર રહશે આગામી રવિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજપાલ આચાર્ય દેવ વ્રતની રાજકોટની મુલાકાતને લઈ આજે કલેકટર કચેરી ખાતે સદભાવના કથાના આયોજકો અને સંબંધિત અધિકારીઓ સાથે કલેકટર અરે બેઠક યોજીત હતી. આગામી મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.