વેરાવળ જીઆઇડીસી નજીકથી શંકાસ્પદ અનાજના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા
વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તાર નજીકથી ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચે ગેરકાયદેસર અનાજના જથ્થા સાથે ચાર શખ્સોને ચોખાના બાચકા 76 તથા ઘઉંના બાચકા 28 તેમજ બાજરો ભરેલ બાચકા 4 અને બે છકડો રિક્ષા મળી કુલ રૂૂા.2,56,400ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા મિલ્કલ વિરૂૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર સરકારી અનાજના જથ્થાની હેરાફેરી કરતા શખ્સો વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઇ વંશ, પો. હેડ કોન્સ. નટુભા બસીયા સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાં નારાયણ આઇસ ફેકટરી વાળા રોડથી આગળ ત્રીવેદી વે બ્રીજ તથા સાગર મરીન ફેકટરીની પાસે ઇકબાલ પાણાવટુ મેમણ રહે.કોડીનાર તથા અસ્પાક રહીમ પટણી રહે.
વેરાવળ વાળા ના ભોગવટાના ગોડાઉનમાં દરોડો પાડતા શંકાસ્પદ અનાજના જથ્થા સાથે (1) નઇમ ઇબ્રાહીમભાઇ અલ્લારખાં જમાદાર ઉ.વ.-30, રહે.વેરાવળ, અજમેરી કોલોની, (2) આસીફ ગુલામહુસૈન અદ્રેમાન મુલ્તાની ઉ.વ.42, રહે.પ્રભાસ પાટણ, ચોગાન ચોક, (3) સાદીક હુસૈનભાઇ ગનીભાઇ પટણી ઉ.વ.- 33, રહે.વેરાવળ, અજમેરી કોલોની, (4) ઝહીર આબેદહુસૈન મીરામિંયા કાદરી સૈયદ ઉ.વ.-35, રહે.વેરાવળ, આઇડી ચૌહાણ સ્કુલની સામે વાળાને (1) 50 કિલોના ચોખા ભરેલ બાચકા નંગ-76 વજન 3800 કિલો કિં.રૂૂા.- 76,000/- (2) 50 કિલોના ઘઉં ભરેલ બાચકા નંગ-28 વજન 1400 કિલો કિં.રૂૂા.-28,000/- (3) 40 કિલોના બાજરો ભરેલ બાચકા નંગ-4 વજન 160 કિલો કિં.રૂૂા.-2400/- (4) છકડો રિક્ષા રજી.નં.-જી.જે. 32 યુ. 0398 રૂૂા.75,000/- (5) છકડો રિક્ષા રજી.નં.- જી.જે. 11 ટીટી 2107 રૂૂા.75,000/- મળી કુલ રૂૂા.2,56,400/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.