મોરબી પંથકમાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોત
જાંબુડિયા નજીક ટ્રકે બાઇકને અડફેટે લીધું અને પાવડિયારી પાસે ડમ્પરે ચાર રિક્ષા, રાહદારીઓને ઉલાળ્યા : ત્રણને ઇજા
મોરબી જિલ્લામાં વાહનચાલકોની બેદરકારી સામે આવી છે. જિલ્લામાં બે અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોરબીની રફાળેશ્વર ચોકડી થી જાંબુડીયા ઓવરબ્રીજ વચ્ચે સર્વિસ રોડ પર ટ્રક ના ચાલકે ડબલ સવારી મોટર સાઈકલને હડફેટે લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે એકતા કેમિકલની લેબર કોલોનીમાં રહેતા મનીષભાઈ દીતીયાભાઈ ગોયલ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે શંકરભાઈ તેમજ કરણસિંગ એમ બંને મોટર સાઈકલ એમ પી 45 ઝેડએફ 9629 લઇ રફાળેશ્વર ચોકડી થી ઘરે આવતા હોય દરમિયાન જાંબુડીયા ગામના બ્રીજ વચ્ચે મોરબી તરફ જતા રોડ પર મોટર સાઈકલને ટ્રક જીજે 03 બાય 8431 વાળા એ સામેથી પુરઝડપે અને બેદરકારી થી આવી મરણજનારના મોટર સાઈકલને હડફેટે લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.
પાવડિયારી પાસે રાહદારીનાં મોત
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં શેરી 3 માં રેહતા ઈમરાનશા અહેમદશા શાહમદાર એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર જીજે 23 એક્સ 1094 ના ચાલકે પોતાનું ડમ્પર વધુ સ્પીડમાં ચલાવી સાઈડમાં પાર્ક કરેલ ફરિયાદીની સી એન જી રીક્ષા જીજે 36 ડબ્લ્યુ 2276 તથા સાહેદ ની રીક્ષા જીજે 36 યુ 0010 તથા જીજે ડબ્લ્યુ 0175 અને જીજે 36 યુ 9796 ને હડફેટે લેતા રીક્ષામાં નુકશાન પહોચાડી રોડની સાઈડમાં ઉભેલ રાહદારી મનોજ ધનેશ્વર ગોપ તથા સુનીલ ગુમાનસિંગ અમલીયારને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો સાહેદ સાહિલ મેમણ તથા હુશેન મૂલતાની તથા બાળક રાજેશ સુનીલને શરીરે ગંભીર ઈજા પહોચી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વૃધ્ધાનો આપઘાત
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જૂની જેલ રોડ વાલ્મીકીવાસ શેરી નં 02 માં રહેતા મોતીબેન ધમાભાઇ મકવાણા (ઉ.વ.70) નામના વૃદ્ધા ગત તા. 28 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની મેળે એસીડ પી લીધું હતું જેથી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.