For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યસભાના ચાર નવા ચહેરાએ આજે ફોર્મ ભર્યા

11:49 AM Feb 15, 2024 IST | Bhumika
રાજ્યસભાના ચાર નવા ચહેરાએ આજે ફોર્મ ભર્યા

ગઈકાલે રાજ્યસભામાં ચાર નવા ચહેરાઓ જાહેર કરાતા ભાજપે બધાને આંચકો આપ્યો છે. ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને પડતા મુકીને નવા ચહેરા જાહેર કરાતા રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે, તેમને લોકસભામાં રીપીટ કરવામાં આવશે.આજે આ ચારેય નેતાઓ રાજ્યસભાનું ફોર્મ ભર્યા હતાં. તેમની જીત પણ લગભગ નીશ્ર્ચિત મનાય છે. ભાજપે જ્ઞાતિ ફેકટર બેલેન્સ કરતા બે ઓબીસી એક પાટીદાર અને એક બ્રાહ્મણ ચહેરાને ટીકીટ આપી છે

Advertisement

મયંક નાયક
ઉત્તર ગુજરાતમાં મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો મયંક નાયક ભાજપ ઓબીસી સેલના અધ્યક્ષ છે અને મારી માટી, મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા. તેઓએ મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી હતી, એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભા બેઠકના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

ગોવિંદભાઈ ધોળકિયા
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અને સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કરનારા ગાવિંદ ધોળકિયા દક્ષિણ ગુજરાતના અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓએ રામમંદિર માટે 11 કરોડ જેટલી માતબર રકમનું દાન પણ આપ્યું છે.

Advertisement

જે.પી. નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાથી સૌ કોઇ સુપેરે પરિચિત છે. જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે. વિદ્યાર્થીકાળ દરમિયાન જે.પી. નડ્ડા રાજકારણમાં આવ્યા હતા. તેમણે જય પ્રકાશ નારાયણના વિવિધ આંદોલનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. વર્ષ 1993માં તેઓ હિમાચલ પ્રદેશની બિલાસપુર સદર વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા. 1998 અને 2007માં તેઓ ફરીવાર ધારાસભ્ય બન્યા હતા. 2014માં જ્યારે દેશમાં ભાજપની સરકાર બની ત્યારે જેપી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019માં તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 2020માં તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

ડો. જશવંતસિંહ પરમાર

બારિયા બક્ષી પંચ સમાજમાંથી આવતા જશવંતાસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે તેમજ પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય છે. ગોધરામાં 60 હજારથી વધુ બારિયા બક્ષી પંચ સમાજના મતદારો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement