રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દારૂના ચાર દરોડા: 374 બોટલ કબજે

04:35 PM Jul 10, 2024 IST | admin
Advertisement

સરદારનગર, બેડલા ગામની વાડીમાં કોઠારિયા સોલવન્ટ અને ભગવતીપરામાં રેડ પાડી: 81 હજારનો મુદ્દામાલ જપ્ત: પાંચ ઝડપાયા વાડી માલિકની શોધખોળ

Advertisement

શહેરના સરદારનગરમાં એકિટવાચાલકને દારૂૂના 286 ચપલા સાથે,બેડલા ગામની સીમમાં વાડીએથી 67 બોટલ દારૂૂનો જથ્થો,કોઠારીયા સોલવન્ટ પાસે ઇનોવામાં દારૂૂની 18 બોટલ સાથે ત્રણ શખ્સો અને ભગવતીપરામાં ત્રણ બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ,માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ.ડી. એસ ગજેરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમાને મળેલી બાતમીના આધારે સરદારનગર શેરી નંબર-4 પાસે એકટીવા ચાલક અતુલ ઉર્ફે મારાજ ગોવર્ધનભાઈ વેકરીયા(રહે. રવિપાર્ક શેરી નંબર-1 પ્રેમ મંદિર પાસે)ને અટકાવી એકટીવાની તલાશી લેતા તેમાંથી દારૂૂના 286 ચપલા મળી આવ્યા હતા.જેથી પોલીસે રૂૂપિયા 28,600 ની કિંમતનો દારૂૂનો આ જથ્થો અને એકટીવા સહિત 78,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી સામે અગાઉ ડીસીબી, યુનિવર્સિટી પોલીસ,ગાંધીગ્રામ તેમજ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં મળી દારૂૂના નવ ગુના નોંધાઈ ચૂક્યા છે.

આરોપી દારૂૂ કોની પાસેથી લાવ્યો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.એસ.ડાભી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે બેડલા ગામ પાસે આવેલી સુરેશ સાકરીયાની વાડીએ પોલીસે દરોડો પાડ્યો હતો.અહીં વાડીમાં ઘાસના જથ્થામાં પ્લાસ્ટિકની કોથળીમાં દારૂૂનો જથ્થો છુપાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે અહીંથી અલગ-અલગ બ્રાન્ડનો રૂૂ.33,115 ની કિંમતનો 67 બોટલ દારૂૂનો જથ્થો ઝડપી લીધો હતો.જો કે, વાડી માલિક સુરેશ સાકરીયા હાજર મળી આવ્યો ન હતો.

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવી હતી પોલીસે કારમાં સવાર શખ્સોના નામ પૂછતા તેમણે પોતાના નામ પ્રકાશ ઘનશ્યામભાઈ ઈસરાણી (રહે. પરસાણાનગર), છગન ઉકાભાઇ વેકરીયા (રહે સૃષ્ટિ એપાર્ટમેન્ટ વોકહાર્ટ હોસ્પિટલ સામે) અને જગદીશ અરજણભાઈ મંડાણ(રહે. સૂર્યદીપ સોસાયટી વોકહાર્ટ ર્હોસ્પિટલ સામે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી દારૂૂની 18 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂૂનો આ જથ્થો અને કાર સહિત 2.68 લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂૂરી કાર્યવાહી કરી હતી. આ સિવાય બી ડિવિઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર મહાકાળી સોસાયટી શેરી નંબર-2 પાસેથી વિપુલ હીરાભાઈ ડાંગરને ત્રણ બોટલ દારૂૂ સાથે ઝડપી લીધો હતો.

Tags :
alcoholgujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement