રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂ-જુગારના ચાર દરોડા : 9 ઝડપાયા, 6 ફરાર

11:24 AM Oct 08, 2024 IST | admin
Advertisement

પતરાવાડીમાં વરલીના જુગાર સાથે બે લાખનો દારૂ મળ્યો, દુધરેજ પાસે દારૂની ડીલેવરી કરવા જતાં ત્રણ ઝડપાયા

Advertisement

સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ દિવસમાં દારૂ-જૂગારના ચાર દરોડા પાડ્યા હતાં. જેમાં સુરેન્દ્રનગરમાં નામચીન શખ્સને ત્યાં પતરાવાડી વિસ્તારમાં વરલીનો જૂગાર સાથે બે લાખનો દારૂ ઝડપાયો હતો. તેમજ સુરેન્દ્રનગરમાં દૂધરેજ પાસે દારૂની ડિલેવરી કરવા નિકળેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. જ્યારે પિતા-પુત્રસહિત 6 શખ્સોને ફરાર જાહેર કર્યા છ ે. પોલીસે આ દરોડામાં 3.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગ દર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ ની ટીમે સુરેન્દ્રનગરમાં સપાટો બોલાવી દીધો હતો. અલગ અલગ ચાર દરોડામાં દારૂ-જૂગારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પ્રથમ દરોડામાં સુરેન્દ્રનગરમાં દુધરેજ નજીક કેનાલ પાસે પમ્પીંગ સ્ટેશન પાસે દરોડો પાડી 7,670ની કિંમતની 27 બોટલ વિદેશી દારૂ સાથે પ્રતાપ લાલુભાઈ રાતૈયા, ચેતન નાગજીભાઈ ઉધરેજા અને રાહુલ રમેશ ઉધરેજાને દારૂના ડિલેવરી કરવા જતાં ઝડપીલીધા હતાં. પુછપરછમાં આ પ્રકરણમાં દારૂનું સ્ટેન્ડ ચલાવનાર ભાવેશ ઉર્ફે ભાવિન કાંતિલાલ વાળા અને વિક્રમસિંહ ભૂપતસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું.

બીજા દરોડામાં સુરેન્દ્રનગરના પતરાવાડી ચોકમાં બુટભવાની કોમ્પલેક્ષમાં પાડેલા દરોડામાં વરલીનો જુગાર ચલાવનાર આંકડા લખનાર સુરેન્દ્રનગરના ચંદ્રસિંહ દાનસિંહ ડોડિયા, આંકડા લખાવનાર રવિરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા સરફરાજ અનવર ખોખરની ધરપકડ કરવામાં આવી હતી. આ વરલીના આંકડાનું નેટવર્ક ચલાવનાર સુત્રધાર દામલી રોડ ઉપર ધીરૂભાઈની વાડીની બાજુમાં રહેતા જયરાજસિંહ ઉર્ફે જયુભા રણજીતસિંહ ઝાલા, અને રણજીતસિંહ મહાવીરસિંહ ઝાલા એમ પિતાપુત્રનું નામ બહાર આવ્યું છે.

જે બન્નેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ દરોડામાં રૂા. 11 હજારની રોકડ અને મોબાઈલ સહિત 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં પોલીસને રૂા. 2.73 લાખની કિંમતનો વિદેશી દારૂની 503 બોટલ મળી આવી હોય જે અંગે પણ ગુનો નોંધી આ દારૂનું સ્ટેન્ડ ચલાવનાર સર્કિટ હાઉસ પાસે રહેતા ઈસ્માઈલ મહેબુબ ભટ્ટી તથા સુરેશ તુલશીભાઈ સોલંકી અને નિલેશ બચુભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં પણ પિતા-પુત્ર રણજીતસિંહ અને જયરાજસિંહનું નામ ખુલ્યું છે. તેમજ દારૂનો જથ્થો પુરો પાડનારને ફરાર દેખાડવામાં આવ્યા છ ે. ત્રીજા દરોડામાં સુરેન્દ્રનગરના મિયાણાવાસમાથી દારૂની બે બોટલ ઝડપી પાડવામાં આવી હતી. આ દરોડામાં મીયાણાવાસનો સલીમસુલેમાન મીયાણા ભાગી છૂટ્યો હતો.

એસએમસીના દરોડા બાદ એ-ડિવિઝન પોલીસ સ્ટાફ ઉપર પગલાં લેવાશે
સુરેન્દ્રનગરમાં એસએમસીએ એક જ દિવસમાં ચાર સ્થળોએ દારૂ-જુગારના દરોડા પાડતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. દારૂ જૂગારના દરોડામાં પતરાવાડી વિસ્તારમાં વરલીનો ધંધો કરતા પિતાપુત્રએ દારૂનો વેપલો પણ કરતા હોય આ દરોડામાં સ્થાનિક એ ડિવિજન પોલીસ વિસ્તારમાં આ સમગ્ર નેટવર્ક ચાલતું હોય આ મામલે એસએમસીના દરોડા બાદ હવે સ્થાનિક સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સામે ટુંક સમયમાં જ પગલા લેવાય તેવા નિર્દેશો દેખાઈ રહ્યા છે. દારૂનું સ્ટેન્ડ મંજુરીથી જ ચાલતું હોય તેમજ વરલીના જૂગારની પણ સ્થાનિક કક્ષાની મંજુરી ચર્ચાઈ રહ્યું છે.

Tags :
crimgablinggujaratgujarat newsmonetoringSurendranagarsurendranagarnews
Advertisement
Next Article
Advertisement