For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રખડતા ખુંટિયા પર ચાર સિંહોનો હુમલો

01:45 PM Jan 17, 2025 IST | Bhumika
રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રખડતા ખુંટિયા પર ચાર સિંહોનો હુમલો

સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભયનો માહોલ

Advertisement

સમગ્ર રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટા ફેરા વધવા લાગતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું માહોલ જોવા મળ્યો છે ત્યારે બે દિવસો પહેલા મોટા બાળ ગામે રાત્રિના સિંહ અને સિંહણ ના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ત્યારે ફરી એક ઘટના વાવેરા ગામની જોવા મળે મકરસંક્રાંતિ ના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં ઉત્તરાયણ પર્વે રાત્રે અંદાજિત 3.00 વાગ્યાં આસપાસ ગામમાં 4 સિંહો ગામની શેરીઓ માં નીકળ્યા અને રખડતા ખુંટીયા ઉપર હુમલો કરીને ખુંટીયા ને ઘાયલ કરેલ ત્યારે આ ધટના ના સમાચાર સવારે ગામ લોકો ને મળતા ગામમાં ભયનો માહોલ જોવા મળેલ ત્યારે આ સિંહ નીકળેલ તેના વિડિયો વાવેરા ગૌશાળાની આજુબાજુ સીસીટીવી માં જોવા મળ્યા આમ જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તાર માં આવતા ગામના પૂર્વ સરપંચ બિસુભાઈ ધાખડા અને તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ધાખડા એ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને જાણ કરતા હીરાભાઈએ રાત્રી ના પેટ્રોલિંગ વધારવા બાબતે જંગલ ખાતા ને ટેલીફોનીક સૂચના આપવામાં આવેલ છે દિવસે ને દિવસે આ વિસ્તાર સિંહ રાત્રી ના શિકાર કરવા નીકળતા હોય છે ત્યારે ખેડૂતો જણાવવા મુજબ સિંહ રાત્રી ના ગાય ભેંસ ને મારતા હોય છે જેના લીધા ખેડૂતો ને ખુબજ મુશ્કેલી સાથે હેરાન પરેશાન થવું પડે છે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement