ધ્રાંગધ્રાના હરિપર નજીક અકસ્માતમાં ચારનાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ પાસે અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે. આજે ફરી એકવાર હરીપર બ્રિજ પાસે ગોકુળ હોટલની નજીક ઈકો કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. ચારેયના મૃતદેહને પીએમ માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ પાસે ગોકુળ હોટલની નજીક હાઈવે પર ઈકો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જેમાં મૃતકોમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, રાધાબેન નીલકંઠભાઇ જાદવ અને ધનેશભાઈ બાબુભાઈ ચાવડાનું મોત નીપજ્યું છે. જ્યારે નીલકંઠ જીતેન્દ્રભાઈનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. અને 108ની ટીમને જાણ કરવામાં આવતા 108ની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અને મૃતકોને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.