ભાણવડ નજીક દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચારને ઇજા
ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર પાછતર ગામના બસ સ્ટેશનની બાજુમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક ડમ્પર (ટ્રક) નં. જી.જે. 10 વાય 6684 ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી અને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા માલધારી દુકાનના પીલર સાથે આ ટ્રક અથડાયો હતો.
આ અકસ્માતમાં દુકાનના આગળના ભાગે રહેલા સિમેન્ટના પતરા તથા તૂટીને અહીં રહેલા નિતેશભાઈ વીરાભાઈ મોરી નામના રબારી યુવાન ઉપર પડતા તેમને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. એટલું જ નહીં, અહીં રહેલા અન્ય ત્રણ યુવાનો દિલીપભાઈ, ડાયાભાઈ તેમજ તુષારભાઈ સુદ્રાને પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે નિતેશભાઈ વીરાભાઈ મોરીની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ચરસ
કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ભાટિયા ચોકડી પાસેથી પોલીસે ગત મોડી સાંજે પસાર થતી જી.જે. 37 એમ 7684 નંબરની થાર મોટરકારને અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 1,25,250 ની કિંમતનો 501 ગ્રામ ચરસ તેમજ રૂૂ. 10,000 ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂૂ. 12 લાખની કિંમતની થાર મોટરકાર સહિત કુલ રૂૂ. 13,35,250 નો મુદ્દામાલ કબજે કરી, દ્વારકા તાબેના વાંચ્છુ ગામના વેજા ઉર્ફે ભગત જેઠા ભોજાભાઈ ચાનપા (ઉ.વ. 33) ની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. તુષાર પટેલ ચલાવી રહ્યા છે.
દારૂ
ભાણવડ નજીકના આંબલીયારા ગામે રહેતા પ્રકાશ ઉર્ફ પકો નિલેશભાઈ લીંબડ તેમજ સગર સમાજ પાસે રહેતા મનસુખ જીણાભાઈ કદાવલા દ્વારા રાખવામાં આવેલી 7,800 ની કિંમતની વિદેશી દારૂૂની છ બોટલ પોલીસે કબજે કરી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રકાશ ઉર્ફે પકો લીંબડની અટકાયત કરી હતી. જ્યારે મનસુખ કદાવલા ફરાર જાહેર થયો છે.