મોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરમાં મોચી બજારમાં કૃષ્ણપરા-2માં દુકાનનું ભાડુ લેવા ગયેલા દુકાન માલીક સાથે બોલાચાલી કરી ભાડુઆત સહિત ચાર શખ્સોએ હુમલો કરતા ઘવાયા હતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, પોપટપરાની રઘુનંદન સોસાયટી શેરી નં. 6 માં રહેતા હારૂનભાઈ હાજીજુસબ ભગાડ નામના 65 વર્ષના વૃદ્ધે ધીરૂભાઈ ચુડાસમા, સમીર જશરાયા, માળો જશરાયા અને અમીરના માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હારુનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મોચી બજારના કૃષ્ણપરામાં સાત દુકાનો છે.
તે ભાડે આપેલી છે. ગઈકાલે તેઓ શૈલેષ ચુડાસમા પાસે ભાડુ લેવા ગયા હતા ત્યારે બીજી દુકાન ધીરુભાઈ ચુડાસમાને આપી હોય તેમજ અન્ય દુકાન અમીરને આપી હોય તેઓ બંન્ને વાતચીત કરતા હતા કે આ વખતે હારુનભાઈને ભાડાના રૂપિયા આપવા નથી અને તે લોકો ગાળો બોલતા હતા ત્યાર બાદ ધીરુને વાત કરી કે આ સમીરને દુકાને બેસાડી ભાડા વિશે શું વાત કરે છે કહી ધીરૂભાઈને હારુનભાઈને ફડાકો ઝીંકી દીધો હતો. અને બાદમાં સમીર એનતેના કાકાનો દીકરો માલો જસરાયા બન્ને જણા છરી લઈને આ આવ્યા અને હારુનભાઈની પાછળ દોડ્યા હતા તેમજ તે સમયે આજુબાજુના લોકો એકઠા થઈ જતાં આ બન્ને લોકોએ પકડી રાખ્યા હતા અને તેવામાં સમીરની દુકાનમાં કામ કરતા માણસે ડોલ લઈને માથામાં ઝીકી દીધી હતી.
જેથી હારુનભાઈ ત્યાંથી નીચે પડી ગયા હતાં અને ત્યારે સમીર ધમકી આપતા કહ્યું કે, હવે અહીંયા ભાડુ લેવા આવતો નહીં આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશ. તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ હારુનભાઈને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. આ મામલે એડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.