વીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળી
યાત્રાધામમાં વધુ એક વખત પીજીવીસીએલની બેદરકારી સામે આવી
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં વીજ વિભાગની બેદરકારીઓ સામે આવી રહી છે,સિમ વિસ્તારમાં ચાલુ વીજ તાર પડવાના અનેક બનાવો અવારનવાર બનવાની ઘટનાઓની સાહિ હજુ સુકાઈ નથી ત્યાં યાત્રાધામ વીરપુર ગામના રેલવે સ્ટેશન રોડ પર એક સાથે ચાર વિજપોલ ધરાસાઈની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ યાત્રાધામ વીરપુરના રેલવે સ્ટેશન રોડ જે રોડ નવો સીસી રોડ બનાવવાની કામગીરી શરૂૂ થઈ છે તાજેતરમાં જ ધારાસભ્ય ધ્વારા આ રોડ ડામર માંથી નવો સીસી રોડ બનાવવામાં માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડ બનવવા માટેની કામગીરી શરૂૂ કરાય અને રોડને ખોદકામ કરવામાં આવ્યો રહ્યો છે જ્યારે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા આ રોડમાં ભૂગર્ભ ગટર બનાવવામાં માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે રોડની સાઈડ માં એક જ હારમાં અશોક ચોકથી રેલવે લાઈન સુધી વીજ પોલ ઉભા છે જેમાં આજે રોડ ગટરની ખોદકામની કામગીરી દરમિયાન એક સાથે ચાર ચાલુ વીજ લાઈન ના વિજપોલ ધરાસાઈ થયા હતા,એક સાથે ચાર ચાલુ વીજ પ્રવાહના વિજપોલ ધરસાય થતા લોકોમાં અફરાતફરી મચી હતી અને વીજપોલ ધરસાય થતા જ ચાલુ વીજ પ્રવાહના વિજતાર પણ તૂટીને જમીન પર પડ્યા હતા જેમને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોની ભાગદોડી થઈ હતી અને લોકો પોતાના જીવ જોખમે સેફ જગ્યાએ ભાગવા લાગ્યા હતા, જોકે આ વિજપોલ ધરસાય થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સવાલ એ થાય છે કે આ વિજપોલો કે વીજ તાર કોઈ માણસ ઉપર પડ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાત !? એવી જાગૃત લોકોમાં ચર્ચાઓ જાગી હતી.
વીરપુર પંથકમાં પીજીવીસીએલની બેદકારીઓ અવારનવાર સામે આવી રહી છે ચાલુ વીજ તાર પડવાના બનાવો પણ અનેક બન્યા છે ત્યારે આજે ફરી એકવાર એકસાથે ચાર વીજ પોલ ધરાસાઈ થવાના બનાવ બન્યો છે ,જેતે સમયે વીજ પોલો ઉભા કરવાના હોય ત્યારે જે કોન્ટ્રાક્ટરો વિજપોલ ઉભા કરવાનો કોન્ટ્રાક્ટ રાખેલ હોય તેમણે વિજપોલની નીચેની સાઈડ સિમેન્ટ કોકરેન્ટથી ફાઉન્ડેશન ભરવાના હોય છે,જે ફાઉન્ડેશન કેટલા ભરેલા છે તે ચકાસણીની જવાબદારી પીજીવીસીએલના અધિકારીઓની હોય છે પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતને કારણે આવી ઘટનાઓ સામે આવે છે.