ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહુવામાં સવા ચાર ઇંચ વરસાદ

02:57 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement

આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડ પંથકમાં સવારથી જ વરસાદ શરૂૂ થયો છે. મહુવામાં સવારે બે જ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો ત્યારે રાત્રે પણ ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું.

Advertisement

રાજ્યના હવામાન ખાતા દ્વારા આજે તા. 20 થીભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જિલ્લાના મહુવામાં સવા ચાર ઇંચ વરસાદ, તળાજા અને ઉમરાળામાં દોઢ ઇંચ,વલભીપુરમાં એક ઇંચ, સિહોરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. જોકે થોડી જ વારમાં વરસાદે વિરામ લીધો હતો. ભારે વરસાદની આગાહીને પગલે શહેરમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે જિલ્લાના મહુવામાં આજે સવારે છ થી આઠ બે જ કલાકમાં ત્રણ મી.મી. વરસાદ ખાબકી ગયો હતો. ગઈકાલે રાત્રે પણ મહુવામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો .આમ છેલ્લા 24 કલાક દરમિયાન મહુવામાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 23, ઉમરાળામાં 31, ભાવનગર શહેરમાં 6 ,શિહોરમાં 16, ઉમરાળા 31 અને મહુવામાં 31 75 પાલીતાણામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે અને સવારે ભારે પવન ફૂંકાયો હતો. હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ પડવાની સંભાવના છે.

Tags :
gujaratgujarat newsMahuvaMahuva newsMonsoonrain fall
Advertisement
Next Article
Advertisement