આટકોટમાં ગુરૂકુલનો શિલાન્યાસ, કાર-બાઈક રેલી યોજાઈ
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 63 થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં કાર્યરત છે ત્યારે વધુ એક શાખા એટલે 64 મી શાખા સ્વરૂૂપે જસદણ ગુરૂૂકુળનો શિલાન્યાસ બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે સવારે 8 કલાકે હાઈવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્ડની પાછળ ખાતમુર્હુત તથા શિલાન્યાસ સમારોહ ભવ્યતાથી યોજાયો હતો આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂૂકુળ રાજકોટ સંસ્થાના મહંત પરમ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત દેવપ્રસાદદાસજી સ્વામી તથા ભક્તિજીવનદાસજી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. સુરત ગુરુકુળના પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરૂૂકુળનું નિર્માણ કાર્ય યોજાયું હતું. 40 વીધામાં નિર્માણ પામનાર આ ગુરૂૂકુળમાં હોસ્ટેલ વિભાગમાં 50 અદ્યતન રૂૂમ બનશે. સ્કૂલ વિભાગમાં 50 મોર્ડન ક્લાસરૂૂમ બનશે. આ ઉપરાંત પ્રાર્થના હલ, કોમ્પ્યુટર લેબ, સ્ટાફ રૂૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતનું સ્પોર્ટ કોમ્પ્લેક્સની સ્ટાન્ડર્ડ સુવિધાઓ મળશે.
આ ગુરૂૂકુળ ખાતે ધોરણ 1 થી 12 અંગ્રેજી મંડયમ તથા ગુજરાતી મીડીયમની અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. આ ગુરુકુલ નિર્માણના મુખ્ય ભૂમિદાતા વિપુલભાઈ સુળીયા (શ્રી હરિ નમકીન) ઉપસ્થિત રહ્યા હતાં. ખાતમુર્હુત તથા શિલાન્યાસ ઉત્સવના
યજમાન જયેશભાઈ પાંભર- લંડન તથા ધર્મનંદન ડાયમંડ સુરતના લાલજીભાઈ પટેલ, હરિ ગ્રુપ સુરતના રાકેશભાઈ દુધાત, ગુજરાતભરમાંથી વિવિધ ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો, અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. આઠ મહિના સુધી હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ મહામંત્રના સાડા ત્રણ કરોડ મંત્રનું લેખન કરેલી બુક ભૂમિપુજન સમયે પાયામાં પધરાવાઈ હતી.
સવારે 9 વાગ્યા સુધી અખંડ ધૂન યોજાઈ હતી. જે જગ્યાએ ભવ્ય ગુરુકુળનું નિર્માણ થનાર છે તે ભૂમિને વિશેષ પાવન કરવા માટે તારીખ 28-4 થી તારીખ 30-4 સુધી ભક્ત ચિંતામણી યજ્ઞ યોજાયો હતો. તા. 30-4ને બુધવારે સવારે 7-30 કલાકે 108 કાર તથા બાઈકની અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ આજે પોથી યાત્રાનું પણ આયોજન કરાયું હતું જેમા હરીભક્ત મનહરભાઈ ગાબાણી ના ઘરેથી ભગવાનની પોથીયાત્રા શિવ શક્તિ સોસાયટી સરદાર ચોક થઈ ગંગા ભુવન અને પાટીદાર શૈક્ષણિક ભવનથી સ્થળે પહોંચી હતી તેમજ ભૂમિદાતાનું સન્માન કરાયું હતું.