ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આ કાળી મીંદડી સામે મળી હવે અપશુકન થશે કહી મહિલાને માર માર્યો

04:13 PM Mar 07, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના લાખાપર ગામે પોલીસ અરજીનો ખાર રાખી મહીલાને પાડોશીએ માર મારતા ચાર શખ્સો સામે આજીડેમ પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે. આ મામલે તમામ આરોપીને સંકજામાં લેવા તજવીજ આદરી છે.

Advertisement

વધુ વિગતો અનુસાર, લાખાપર ગામે અવેડાવાળી શેરીમાં રહેતા મંજુબન ભીમજીભાઇ મકવાણા નામના મહીલાએ તેમના પાડોશી કરશનભાઇ લક્ષ્મણ પરમાર, મીનાબેન કરશનભાઇ, જયાભાઇ જેસીંગભાઇ અને રમેશભાઇ લક્ષ્મણભાઇ સામે મારામારી અને ધમકી આપ્યાની ફરીયાદ નોંધવામાં આવી છે. મંજુબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં ત્રણ દીકરા છે. બે દિવસ પહેલા જેસીંગભાઇના પુત્રના લગ્ન હોવાથી તે લોકોએ અમારા પર ખોટી અરજી કરી હતી. જે બાબતે મંજુબેને પણ સામે અરજી કરી હતી. બાદમાં તા.5ના રોજ ગામમાં મંજુબેન દુધ અને નાસ્તો લેવા જતા હતા ત્યારે કરસન અને તેમની પત્ની બાઇકમાં આવતા હતા જેઓએ ગાળો આપી કહ્યું કે આ કાળી મીંદડી સામે મળી અપશુકન થશે કહી ડોશી ચાલવા માંડ નહીતર હમણા જીવતી નહી જવા દવ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મંજુબેનનાં પરિવારજનો આવી જતા આરોપી નાસી ગયા હતા. આ અંગે આજીડેમ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement