વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાન
વાંકાનેરના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ઢોલરિયા, રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો, પત્રકારો સહિતના લોકો પુષ્પાંજલિ અર્પણ કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા: રાજપૂત સમાજમાં ઘેરા શોક છવાયો
વાંકાનેરના રાજપૂત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.
તેઓ વર્ષોથી રાજપૂત સમાજના પ્રમુખ હતા અને જીવનભર સમાજ સેવાના કાર્યમાં હંમેશા આગળ રહેતા તેઓ વાંકાનેર પાલિકાના પ્રમુખ સ્થાને રહી ચૂકયા છે.
તેમજ સ્વ. વજૂભાબાપુ જયાતિ સિરામીક ઇન્ડ્રીઝના નામે પણ ઉદ્યોગપતિ ઓમાં આગવુ સ્થાન ધરાવતા હતા. તેઓએ રાજપૂત સમાજ ઉપરાંત અન્ય સમાજ સાથે રહી મોટી નામના મેળવેલ હતી.વાંકાનેર રાજપૂત સમાજ ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગપર તેમની મોટી ખોટ પડી છે.
સદ્ગતની અંતિમયાત્રામાં નોબલ રીફ્રડેકટ્રીઝના એમ.ડી ધનશ્યામભાઇ ઢોલરીયા સહિતના ઉદ્યોગપતિઓ, સમગ્ર રાજપૂત સમાજ અગ્રણીઓ, અગેવાનો, પત્રકાર, સગા સ્નેહીજનો તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.