ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના તત્કાલીન પીઆઇને અપ્રમાણસર મિલકત વસાવ્યાના કેસમાં 5 વર્ષની જેલ
ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ ગોલને રૂા.23, 37, 489ની અપ્રમાણસર મિલકત વસાવ્યાના ગુનામાં સ્પે.એસીબી કોર્ટે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને રૂૂપિયા પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતા તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ લાલસિંહ ગોલે અપ્રમાણસર મિલકતો વસાવ્યાની માહિતી મળતા એસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ ગોલ પાસેથી રૂા.23,37,489 અપ્રમા ણસર મિલકત વસાવ્યાની વિગત મળતા એસીબીની ટીમે સીઆઇડી ક્રાઇમના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ લાલસિંહ ગોલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ચાર્જશીટ બાદ કેસ ગાંધીનગર ખાતે સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સાહેદોની જુબાની, તપાસ અધિકારી દ્વારા રજૂ કરાયેલા પોલીસ પેપર અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ગાંધીનગર સ્પે. એસીબી કોર્ટે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ ગોલને અપ્રમાણસર મિલકતો વસાવ્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને રૂૂપિયા પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.