For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ અગ્રણી ભારદ્વાજના બદનક્ષી કેસમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં હાજર

06:00 PM Mar 11, 2025 IST | Bhumika
ભાજપ અગ્રણી ભારદ્વાજના બદનક્ષી કેસમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં હાજર

રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક2વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કરનાર કોંગ્રેસના ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ, પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસ પક્ષના પૂર્વ ઉપ નેતા શૈલેષભાઈ 52મા2, અને કોંગ્રેસના તત્કાલીન દંડક સી.જે.ચાવડા સામેના બદનક્ષી કેસમાં અદાલતમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપીઓ સામે તા.13 માર્ચે હાજર થવા જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. જેમાં એક કોંગી આગેવાન સુખરામ રાઠવા વોરંટ તારીખ પહેલા જ કોર્ટમાં હાજર થયા હતા.

Advertisement

આ અંગેની હકીકત મુજબ, અલગ અલગ અખબારી મીડિયાના અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોગ્રેસ પક્ષના પુર્વ ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તત્કાલીન દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારીત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂૂપીયા 500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યું હોવાના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પાયા વિહોણા આક્ષેપો કરવા બદલ નીતીનભાઈ ભારદ્વાજે ચારેય કોંગી આગેવાનોને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જુઠાણું ફેલાવવા બદલ માફી માંગવા જણાવેલ હતું. જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતા ચારેય કોંગ્રેસના આગેવાનો વિરૂૂધ્ધ ફરીયાદી નીતીનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.

ફરિયાદી નીતીનભાઈએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત પોતાની કોર્ટ રૂૂબરૂૂની ઉપરોકત હકિકતોવાળી ફરીયાદ દાખલ કરતા નીચેની કોર્ટે ફરીયાદી નીતીનભાઈ અને બે સાહેદોને તપાસેલ હતા. તમામ કાર્યવાહીના અંતમાં નીચેની કોર્ટે ફરીયાદ પરત કરેલ હતી. જે હુકમ વિરૂૂધ્ધ ફરીયાદી દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી, જે રિવિઝન અરજીમાં સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો હુકમ કર્યો હતો. જેમાં કોર્ટે તમામ આરોપીઓ વિરૂૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. પરંતુ તે બાદ ઘણી મુદ્દતો વીતી જતા હાલના આરોપીઓ કોર્ટમાં હાજર થતા ન હતા.

Advertisement

આથી ફરીયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂૂધ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતા કોર્ટે ફરીયાદપક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે તા.13મી માર્ચે રાજકોટ કોર્ટમાં હાજર થવા જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. જેમના એક કોંગી આગેવાન સુખરામ રાઠવા રાજકોટ કોર્ટ ખાતે હાજર રહ્યા હતા અને વોરંટ રદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો 13મી માર્ચે આરોપીઓ કોર્ટમાં હાજર ન થાય તો બિનજામીન પાત્ર વોરંટ નીકળી શકે છે.

અત્રે યાદ રહે ઉપરોક્ત ચાર આરોપીઓ પૈકી સી.જે. ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા બાદ ધારાસભ્ય તરીકે ચુંટાઈ ગયા છે. આ કામમાં ફરિયાદી નીતીનભાઈ ભારદ્વાજ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કૃણાલ દવે, ચેતન પુરોહીત વિગેરે રોકાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement