રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં ખૂંટિયાએ ઢીક મારતા પૂર્વ મેયરને ગંભીર ઇજા

01:25 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અગાઉ પણ ખૂંટિયા અડફેટે પૂર્વ ડેપ્યુટી મેયરનો ભોગ લેવાયેલ

ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયાને ખુંટીયાએ ઢીંક મારતા તેમને હાથ અને માથાના ભાગે ઇંજા પહોંચતા તેમને સારવાર માટે મેરૂૂ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યાં હતા.પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભાવનગરના પૂર્વ મેયર અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મેહુલભાઇ વડોદરીયા તેમનુ ટુવ્હીલર લઇને રૂૂપાણી સર્કલથી આતાભાઇ તરફ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક જ ધસી આવેલા ખુંટીયાએ પૂર્વ મેયરને ઠીંક મારતા તેઓ વાહન પરથી રોડ પર પટકાયા હતા. આ સમયે જ મેહુલભાઇના બે મિત્રો રોડ પરથી પસાર થતા હોય તેઓ તુરંત મેહુલભાઇને પહેલા તેમના ઘરે લઇ ગયા હતા અને ત્યાર બાદ તેમને સારવાર માટે મેરૂૂ નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા.મેહુલભાઇને માથાના ભાગે ઇંજા પહોંચી હોવાના કારણે તેમનું સિટી સ્કેન અને એક્સ-રે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે અગાઉ ભાવનગરમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદભાઈ કુકરેજાનું પણ ખુંટીયા એ હડફેટે લેતા ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું.

તળાજામાં ખૂંટિયો આડો આવતા બાઈકચાલકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાટલીયા ગામમાં બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલ દેવરાજસિંહ તખુભા સરવૈયા (ઉં. વ.38) તથા બોરડા ગામના વિશાલ વિજાભાઈ શિયાળ બંને બાઈક પર વેળાવદર થી તળાજા આવી રહ્યા હતા ત્યારે શેત્રુંજી નદીના પુલ પાસે રોડ પર ખુટીયો આડો પડતા સર્જાયેલા અકસ્માતમાં દેવરાજસિંહ સરવૈયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયુ હતુ જ્યારે વિશાલભાઈ ને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Tags :
bhavnagarbhavnagar newsFormer mayorgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement