For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું અમેરિકામાં હાર્ટએટેકથી મોત

04:53 PM Jul 09, 2024 IST | Bhumika
વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું અમેરિકામાં હાર્ટએટેકથી મોત
Advertisement

મિત્રો સાથે ફરવા ગયા હતા રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા જ નહીં

વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું અમેરિકામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે.
પરિવારને નિધનનાં સમાચાર મળતા શોકમાં ગરકાવ થયા છે. રાજકીય નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
માહિતી મુજબ ચિરાગ ઝવેરી અમેરિકામાં મિત્રો સાથે પ્રવાસે હતા. સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા. રાતે સૂઈ ગયા પછી મિત્રોએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સવારે ન ઊઠતાં નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હૃદય રોગની સમસ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે જાણવા મળ્યું છે કે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement