For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ ક્રિકેટર અજય જાડેજા બન્યા જામસાહેબના શાહી વારસદાર

12:28 PM Oct 12, 2024 IST | Bhumika
પૂર્વ ક્રિકેટર અજય જાડેજા બન્યા જામસાહેબના શાહી વારસદાર
Advertisement

વિજયાદશમીના અવસરે જ જામનગર રાજ પરિવારની જાહેરાત

જવાબદારી નિભાવવા પોતે સમર્પિત રહેશે અને જામનગરના વિકાસમાં યોગદાન આપશે: અજય જાડેજા

Advertisement

જામનગરના રાજવી પરિવારના વારસદાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબશ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.

અત્રે જણાવવાનું કે અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં થયો હતો. તેમનું આખુ નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે. તેઓ જામનગરના શાહી વંશજ છે. જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું. જ્યાં પૂર્વ સ્વતંત્ર ભારતમાં જાડેજા રાજવંશનું એક રજવાડું હતું. પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી ઘરેલુ ક્રિકેટ ચેમ્પિયનશીપનું નામ તેમના પૈતૃક સંબંધી સર રણજીત સિંહજી વિભાજી જાડેજા (જેમને મોટાભાગે રણજી કહેવાય છે) તેમના નામ પર રાખવામાં આવ્યું છે. જે 1907થી 1933 સુધી નવાનગરના રાજા હતા.

વિજયાદશમીના શુભ દિવસે, જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે એક અભૂતપૂર્વ નિર્ણય લેતા ભારતના પ્રતિષ્ઠિત ક્રિકેટર અજયસિંહ જાડેજાને રાજ પરિવારનો વારસદાર જાહેર કર્યા છે. જામનગરના વતની અને રાજ પરિવાર સાથેના ઊંડા જોડાણ ધરાવતા અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની આ ક્ષમતા, જામનગર પ્રત્યેનો અપાર પ્રેમ અને રાજ પરિવારના મૂલ્યો પ્રત્યેની સમર્પણભાવના જોઈને જામ સાહેબે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જામ સાહેબે જણાવ્યું હતું કે, અજય જાડેજા જામનગરની પ્રજાની સેવા કરવાની જવાબદારી ઉઠાવશે અને આ નિર્ણય જામનગરની પ્રજા માટે વરદાનરૂૂપ સાબિત થશે.

અજય જાડેજાએ આ નિર્ણય માટે જામ સાહેબનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ આ જવાબદારી નિભાવવા માટે સમર્પિત રહેશે અને જામનગરના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમણે જણાવ્યું કે, તેઓ જામનગરના ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ રહેશે અને જામનગરને દેશનું અગ્રણી શહેર બનાવવા માટે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, શત્રુશલ્યસિંહજી પોતે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. નવાનગરના મહારાજાનું બિરૂૂદ ધરાવનારા તેઓ છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સીઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરપથી રમીને પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો.

ક્રિકેટરથી રાજવી સુધીની સફર
અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દીએ તેમને દેશભરમાં ઓળખાવ્યા છે. તેમણે ક્રિકેટના મેદાન પર જે નેતૃત્વ અને દ્રઢતા દર્શાવી હતી તે જ ગુણો તેઓ હવે રાજવી પરિવારના વારસદાર તરીકે નિભાવશે. તેમની ક્રિકેટ કારકિર્દીમાં મેળવેલા અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ તેઓ જામનગરના વિકાસ માટે કરશે.

અજય જાડેજાની ભાવિ ભૂમિકા
અજય જાડેજા હવે જામનગર રાજવી પરિવારની સંભાળ સંભાળશે અને જામનગરના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. તેઓ જામનગરની સાંસ્કૃતિક વારસોને જીવંત રાખવા અને જામનગરને આધુનિક શહેર બનાવવા માટે કામ કરશે. તેઓ જામનગરના લોકોના હિતમાં કામ કરશે અને જામનગરને દેશનું અગ્રણી શહેર બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement