For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન

11:39 AM Jun 26, 2025 IST | Bhumika
સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન

સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન અકસ્માતમાં જેમનો દેહાંત થયો છે તેઓના અસ્થિ કળશ સાથે પરિવાર પવિત્ર ત્રિવેણી સંગમ એ આવી પહોંચ્યો હતો. ત્રિવેણી સંગમ સામે આવેલ શારદા મઠ યજ્ઞશાળા ખાતે તેના પરિવારે અસ્થિ પૂજન કર્યું હતું જે પ્રભાસ તીર્થના પંડિત વિક્રાંત પાઠકે કરાવ્યું હતું આ પૂજન સમયે રાજકોટના નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, વિજયભાઈ સમગ્ર પરિવાર ઉદયભાઈ શાહ સહિત સોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Advertisement

ત્યારબાદ પવિત્ર ત્રિવેણી સંગમના જળમાં અસ્થિનું પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવામાં આવેલ હતું ત્યારબાદ સોમનાથ ત્રિવેણી ઘાટે સોમપુરા બ્રાહ્મણ સમાજ તથા સોમનાથ ટ્રસ્ટ તરફથી શોક મંત્રોચ્ચાર કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવી જ રીતે સમગ્ર પરિવારે વિજયભાઈ રૂૂપાણીના આત્માના શાંતિ અર્થે સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કર્યા હતા આ સમગ્ર શોકમય શ્રદ્ધાંજલિ માં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આગેવાનો સોમપુરા બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ રાજશીભાઈ જોટવા અને જયદેવ જાની ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement