ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલનું અવસાન
ગોંડલ પંથક નાં ભાજપ નાં દિગજ્જ આગેવાન જીલ્લા ભાજપ નાં પુર્વ મહામંત્રી, ગોંડલ માર્કેટ યાર્ડ અને નાગરિક બેંક નાં પુર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલ નું ગતરાત્રી નાં રાજકોટ સ્થિત તેમના પુત્ર ચેતનભાઈ નાં નિવાસસ્થાને નિધન થયુ હતુ. તેમના નિધન નાં સમાચાર ગોંડલ પંહોચતા ભાજપ પરીવાર સહિત ગોંડલ પંથક માં શોક ફેલાયો હતો.
જયંતિભાઇ ઢોલ ને અંદાજે ચાર વર્ષ પહેલા પેરાલીસીસ નો એટેક આવ્યા બાદ તેઓ જાહેરજીવન થી અલીપ્ત બન્યા હતા.ત્યારથી જ તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી.
જયંતિભાઇ ઢોલ ગોંડલ નાં રાજકારણ નાં ચાણક્ય ગણાતા હતા.પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા અને જયંતિભાઇ ઢોલ ની જોડીએ ગોંડલ નાં વિકાસ નાં દ્વાર ખોલી આધુનિક ગોંડલ નું નિર્માણ કર્યુ હતુ.ગોંડલ નું અધ્યતન માર્કેટયાર્ડ તથા નાગરીક બેંક ની પ્રગતિ માં જયંતિભાઇ ઢોલ નો સિંહફાળો હતો.તેવો આયોજન નાં માણસ ગણાતા હતા.
ગોંડલ ખાતે તેમના નિવાસસ્થાને થી નિકળેલી તેમની અંતિમ યાત્રા માં શહેર નાં આગેવાનો,શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.