દેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયો
કોડીનારના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી અને કોડીનારના પાટનગર તરીકે ઓળખાતા દેદાની દેવળી ગામની સેવા સહકારી મંડળી ના 13 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં માં માજી સાંસદ જૂથની ભાજપ પ્રેરિત પેનલનો સફાયો થઈ ગયો છે જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકીય હડકંપ મચી ગયો છે.
જેમ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તેમ કોડીનાર નું પાટનગર દેવળી (દેદાની) ગામ છે આ ગામની મહત્વની એવી સહકારી સંસ્થા દેવળી સેવા સહકારી મંડળીની 13 બેઠકની ચૂંટણી ગત રવિવારના રોજ યોજાઈ હતી જેની મતગણતરી આજરોજ પૂરી થતાં કોંગ્રેસ પ્રેરિત તેર ઉમેદવાર માંથી 12 ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે જ્યારે માજી સાંસદજૂથના ભાજપ પ્રેરિત પેનલના એકમાત્ર ઉમેદવાર વિજેતા થયા હતા.
વિજેતા ઉમેદવારો
સામાન્ય ખેડૂત વિભાગ
1. દાહીમા ધીરુભાઈ કાનાભાઈ નોધણ - (691મત)
3. બારડ કનકસિંહભાઇ જીતેન્દ્રભાઈ - (884મત)
5. બારડ ગોવિંદભાઈ નોઘણભાઇ ભીમાભાઇ - (796મત)
8. બારડ દિપુભાઈ નારણભાઈ હાનાભાઈ - (706મત) ભાજપ પ્રેરિત ઉમેદવાર
9. બારડ દૂદાભાઈ રાણાભાઇ - (811મત)
11. બારડ ભુપતભાઈ રાજાભાઈ પરબતભાઇ - (804મત)
13. બારડ વિપુલસિંહ ગુણવતસિંહ સી. - (745મત)
16. મોરી ગોવિંદભાઈ નોઘણભાઇ દેવદાસભાઈ - (738મત)
17. મોરી વિજયભાઈ વરસિંગભાઇ - (753મત)
સીમાંતખેડૂત વિભાગ
2. બારડ નોઘણભાઇ રામભાઈ - (870મત)
મહિલાઅનામત ખેડૂત
2. રંગાઈબેન રામસિંહભાઈ ઓ. બારડ - (824મત)
3. જસીબેન ભુપતભાઈ હાનાભાઈ મોરી - (947મત)
અનુસૂચિતજાતિનાશકખેડૂત
2. ચુડાસમા લખમણભાઈ ડાયાભાઈ (781મત) ચૂંટાયેલા જાહેર થયા હતા
