For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

04:01 PM Oct 16, 2024 IST | Bhumika
ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
Advertisement

MIG કેટેગરીના 50 અને EWS-2ના 133 આવાસ માટે હાથ ધરાયેલી પ્રક્રિયા: તા.16 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા એમઆઇજી કેટેગરીના અને ઇડબલ્યુએસ કેટેગરીના આવાસોનો ડ્રો તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. તેમાં આવાસની ફાળવણી બાદ ખાલી રહેતા આવાસો માટે ફરીથી તા.17 ઓકટોબરથી તા.16 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ એમઆઇજી કેટેગરીના 50 આવાસો તથા ઇડબલ્યુએસ-2 કેટેગરીના 133 આવાસો માટે તા.17/10/2024થી તા.16/11/2024 સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.INપર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ફી રૂૂ.50/- રહેશે તેમજ નિયમાનુસાર ડીપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.

MIG કેટેગરીમાં - 03 BHK ક્ષેત્રફળ 60 ચો.મીટર, આવાસની કિંમત રૂૂ.18 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂૂ. 06 થી 7.50 લાખ સુધીની રહેશે. EWS-2 કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે. 1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂૂ.5.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂૂ.03 લાખ સુધીની રહેશે. ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 - 2221615 પર કોન્ટેકટ કરવો.

Advertisement
Tags :
Advertisement
Advertisement