નવા બારકોડેડ સાથે QR કોડ આધારિત સ્માર્ટ રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવાના શરૂ
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે જૂના પંચાંગ આધારિત લિગલ ફોર્મ (1) થી સમગ્ર રાજ્યમાં હયાત જુના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ નિર્ણય 11/11/2024 ના રોજ મળેલી સરકારની મંજૂરી બાદ જાહેર પાડવામાં આવ્યો છે.
આ નવા રેશનકાર્ડ સંબંધિત ફોર્મ્સ પણ બહાર પાડવામાં આવ્યા છે. વર્ષ 2024-25માં પંચાંગે લિગલ ફોર્મ (1) થી અરજદારોના સમય અને નાણાંની બચત થાય તેમજ ઘરે બેઠા સ્માર્ટકાર્ડ મેળવી શકે તે માટે બારકોડેડ રેશનકાર્ડના સ્થાને e-sign based તેમજ QR Code વાળું SMART RATION CARD ઇસ્યુ કરવાની નીતિગત મંજૂરી મળી છે. આ ઉપરાંત, હાલના રેશનકાર્ડ ફોર્મ તેમજ કોમેન્ટ્સમાં સુધારો કરવા બાબત સરકારી વિચારણા હેઠળ હતી.
આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી કરવાનો રહેશે. આ પગલાથી રેશનકાર્ડની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનશે, જેનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળશે. જૂના રેશનકાર્ડ ધારકોને નવા સ્માર્ટ રેશનકાર્ડ મેળવવા માટેની સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અરજી કરવા માટેની પ્રક્રિયા
નવું રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ આ સાથે જોડાણ-1 મુજબનું રહેશે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013માં સમાવેશ કરવા અંગે અરજી ફોર્મ આ સાથે જોડાણ-2 મુજબનું રહેશે.
અરજદાર અરજી કરે ત્યારે જે રેશનકાર્ડ આપવામાં આવે તેનું ટેમ્પલેટ આ સાથે જોડાણ-3 મુજબનું રહેશે.
Smart Ration Cardનું કોમેન્ટ આ સાથે જોડાણ-4 મુજબનું રહેશે.