ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ
6 ડીસેમ્બર સુધી રાત્રે 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે
ગુજરાત મિરર, ગાંધિનગર તા. 7
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો.10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલ તા.7મીએ બપોરે 12 વાગ્યાથી લઇને આગામી 6 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે. પરીક્ષા વહેલી શરૂૂ થવાની હોવા છતાં ફોર્મ ભરવાની કાર્યવાહી મોડી શરૂૂ કરવામાં આવી રહી છે.
બોર્ડ દ્વારા ધો.10 અને 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા આગામી ફેબ્રુઆરીમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે આજ લઇને 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે શાળાના સંચાલકો-આચાર્યને સૂચના આપવામાં આવી છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધો.10માં રેગ્યુલર, ખાનગી સહિતના કુલ 8,92,882 વિદ્યાર્થી નોંધાયા હતા. જે પૈકી વિદ્યાર્થીઓની સંખ્યા 4,93,144 અને વિદ્યાર્થિનીઓની સંખ્યા 3,99,738 નોંધાઇ હતી. આ જ રીતે ધો.12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા.
બોર્ડ દ્વારા ધો.10, સંસ્કૃત પ્રથમ, ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના તમામ નિયમિત, રિપીટર, ૠજઘજ રેગ્યુલર-રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓને ફરજિયાત ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. અગાઉના વર્ષોની સરખામણીમાં અંદાજે 15 દિવસ અને ગતવર્ષ કરતા એક દિવસ વહેલા પરીક્ષા શરૂૂ થવાની હોવા છતાં ફોર્મ ભરવાની પ્રક્રિયા મોડી શરૂૂ કરાઇ છે.
