For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસરાયેલી સાઈકલનું રોડ પર ફરી ટ્રીન... ટ્રીન... ટ્રીન...

12:51 PM Feb 03, 2024 IST | Bhumika
વિસરાયેલી સાઈકલનું રોડ પર ફરી ટ્રીન    ટ્રીન    ટ્રીન

એક સમયે જેનો માભો પડતો હતો તે સાયકલનો હવે આજના સમયમાં પણ ટ્રેન્ડ આવી રહ્યો છે. હવે લોકો સાયકલ તરફ વળ્યા છે. ખાસ કરીને કોરોના પછી લોકો હેલ્થને લઈને ખુબ જ જાગૃત થઈ ગયા છે. જેથી લોકો સાયકલિંગ કરીને પોતાને તંદુરસ્ત રાખી રહ્યાં છે. સાયકલ ચલાવવાથી હેલ્થ તો સારી રહે જ છે. પણ સાથે સાથે નાણાનો પણ બચાવ થાય છે અને પર્યાવરણને નુકસાન પણ થતું નથી. અત્યારે ડોક્ટર પણ મોટાભાગના દર્દીઓને સાયકલ ચલાવવાની સલાહ આપે છે. કારણ કે સાયકલિંગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેવામાં સાયકલિંગ કરતી વેળાએ પણ સેફટીના નિયમોનું પાલન કરવું જરૂૂરી છે.

Advertisement

જામનગર સાયકલિંગ ક્લબને રિપ્રેઝન્ટ કરનાર રાહુલ ગણાત્રાએ કહ્યુ કે અત્યારે સાયકલનો ટ્રેન્ડ ખુબ જ વધ્યો છે.સાયકલ ચલાવવાના ઘણા બધા ફાયદા છે. જેથી દરેક લોકોએ સાયકલ ચલાવવી જ જોઈએ. સાયકલ ચલાવવાથી શરીરને અનેક ફાયદા થાય છે. સ્વાસ્થ્યની સાથે સાથે પેટ્રોલ અને નાણાની પણ બચત થાય છે.

સાયકલ ચલાવવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરમાં તાજગીનો પણ અનુભવ થાય છે.સાયકલ ચલાવવાથી તમને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. કારણ કે તમે જો રસ્તા પર કાર કે ટુ વ્હિલર લઈને નીકળ્યા હોય તો સ્વાભાવિક છે કે ટ્રાફિક થાય. પણ સાયકલથી ટ્રાફિકની સમસ્યા ઉભી પણ થતી નથી અને આપણને પણ ટ્રાફિકમાંથી મુક્તિ મળે છે. ટ્રાંફિક એ આજના સમયની સૌથી સળગતી સમસ્યા છે.

Advertisement

પર્યાવરણ બચે, પ્રદુષણ અટકે
સાયકલ ચલાવવાથી પર્યાવરણને નુકસાન થતું નથી. કારણ કે હવા પ્રદુષણ અને અવાજના પ્રદુષણના કારણે પર્યાવરણને ખુબ જ નુકસાન થાય છે. પણ સાયકલ ચલાવવાથી પર્યાવરણને આમાથી એક પણ પ્રકારનું નુકસાન થતું નથી.

સાઈક્લિગ સમયે પણ હેલ્મેટ પહેરો
સાયકલ ચલાવવા માટે સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. તમે ગમે ત્યારે સાયકલિંગ કરો તમારે હેલ્મેટ પહેરવુ જ જોઈએ. જો તમે રાત્રે સાયકલિંગ કરો છો તો રિફલેક્ટીવ પહેરવુ ખુબ જ જરૂૂરી છે. જેથી અકસ્માતથી બચી શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement