For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રવિવારથી ચાર માસ માટે વનરાજોનું વેકેશન

04:49 PM Jun 12, 2025 IST | Bhumika
રવિવારથી ચાર માસ માટે વનરાજોનું વેકેશન

તમામ અભ્યારણ્યોે બંધ રહેશે, ખાનગી-સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ

Advertisement

ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી ચાર માસ માટે એટલે કે તા. 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભ્યારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર આગામી તા. 16 ઓક્ટોબર-2025થી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement