શેત્રુંજી નદીના જુના પુલ પર ત્રણ દીપડા દોડતા વાઇરલ વીડિયોને લઈને ફોરેસ્ટની તપાસ
નુતનવર્ષે તળાજા ની દરિયાઈ કાંઠા અને શેત્રુંજી કાંઠા ની ભૂમિને સાવજોએ પસંદ કરી છે.અલગ અલગ વિસ્તારોમાં સિંહ સિંહણ એ ધામા નાખતા ફોરેસ્ટ વિભાગ ને દોડધામ વધી છે.તો ગઈકાલ થી દીપડી અને બે બચ્ચા મળી ત્રણ દીપડા દોડતા હોવાના વાયરલ વિડીઓને લઈ ફોરેસ્ટની ટીમે તપાસ હાથધરી છે.
ભાવનગર જિલ્લાના તળાજા પંથક ની અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ અને સાનુકૂળ વાતાવરણ ને લઈ અહીં સિંહ અને દીપડા જેવા વન્ય પશુઓ વિચરણ કરે છે.જેમાં ગઈકાલ થી એક વિડિઓ વાયરલ થયો છે.જેમાં શેત્રુંજી નદીના જુના પુલ ઉપર ત્રણ દીપડાઓ દોડી રહ્યા છે.જેમાં બે બચ્ચા હોવાનું માનવામાં આવે છે.પશુ પ્રેમીએ કારમાંથી વિડિઓ ઉતાર્યો હોવાનું કહેવામાં આવેછે.જોકે વિડિઓ મા કોઈ રીતે રંજાડવામાં આવતા હોય દીપડા ને તેવું નથી. વાયરલ વિડિઓ બાબતે ઓફિસર રાજુભાઇ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતુ કે અમારી પાસે વિડિઓ આવ્યો છે.સ્થળ તપાસ કરવાના છીએ. ખરેખર શેત્રુંજી નોજ પુલ છેકે અન્ય કોઈ. તેઓએ વધુમા જણાવ્યું હતુ કે તળાજા પંથકમાં આશરે 20-25 દીપડાઓ ફરતા હોવા જોઈએ. સિંહ વિશે તેઓએ કહ્યું હતુંકે નવું વર્ષ ફોરેસ્ટ ને ફળ્યું છે.મેથળા તરફ બે નર સિંહ છે.
પાદરી તરફ એક માદા અને એક સિંહ છે.ટીમાણા ખાતે ત્રણ સિંહ આવ્યા છે.પિંગળી ખાતે પણ સાવજો આવ્યા હતા તે શિહોર વિસ્તારમા ગયા છે. હાલ તળાજા ફોરેસ્ટ પાસે સાવજ દીપડા અજગર સહિતના જીવ ની સંભાળ લેવા માટે 18 નો સ્ટાફ છે.તેમાં મહિલાઓ પણ છે.આ બધાજ સાથે મળી ને વાઈલ્ડ લાઈફ નું જતન કરીએ છીએ.