For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે ‘ભારત ભાગ્ય વિધાતા’ પર સંવાદ કરશે

05:28 PM Mar 29, 2024 IST | Bhumika
વિદેશ મંત્રી એસ  જયશંકર મંગળવારે ‘ભારત ભાગ્ય વિધાતા’ પર સંવાદ કરશે

મોદી સરકાર દ્વારા દેશની વિદેશ નીતિને અપાયેલી એક નવી ઓળખમાં શિલ્પી જેવી ભૂમિકા ભજવનાર પૂર્વ વિદેશ સચિવ અને વર્તમાન વિદેશ રાજ્યમંત્રી ડો. સુબ્રહ્મણ્યમ જયશંકર આગામી તા.2 એપ્રિલના રાજકોટના મહેમાન બની રહ્યા છે અને પ્રબુધ નાગરિકો સાથે તેઓ ’ભારત ભાગ્ય વિધાતા’ પર સંવાદ કરશે. રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ મારફત આ કાર્યક્રમનું આયોજન થયું છે અને તેના નિમંત્રણો પહોંચાડવામાં આવી રહ્યા છે. તા.2 એપ્રિલના સવારે 9-30 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમની જે થીમ છે તે ‘ભારત ભાગ્ય વિધાતા’ 2022માં મોદી સરકાર દ્વારા દેશના વિવિધ સંસ્કૃતિઓ અને વૈવિધ્યતાભરી ઓળખ છે તેને એક છત્ર હેઠળ લાવવા અને દેશ-વિદેશના લોકોને આ સંસ્કૃતિ અંગે માહિતગાર કરવા અને તે રીતે વસુધેવ કુટુંબ કમના ભારતનો જે વૈશ્વિક મંત્ર છે તેને ગુંજતો કરવા આ એક આયોજન દેશના અલગ-અલગ ભાગોમાં થઇ રહ્યું છે અને વિદેશ મંત્રી એસ.જયશંકર તેમાં રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે.

Advertisement

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરની દેશ-વિદેશમાં એક ડીપ્લોમેન્ટ તરીકેની ખાસ ઓળખ બની છે. દેશના બીજા કેરીયર ડીપ્લોમેન્ટ કે જે વિદેશમંત્રી બન્યા છે તે બહુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસ. જયશંકરને આપ્યું છે. 1977માં ઇન્ડીયન ફોરેન સર્વિસ (આઇએફએસ)માં પ્રવેશ લીધા બાદ તેઓએ પોતાની રાજદ્વારી કુનેહથી અનેક મિશનોમાં કામ કર્યું છે.
આમ એક કુશળ ડીપ્લોમેટ તરીકે નામના મેળવનાર એસ. જયશંકર રાજકોટ આવી રહ્યા છે તે રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો માટે તેમને સાંભળવા એક અવસર છે અને તેનો લાભ લેવા રાષ્ટ્રીય એકતા મંચના શૈલેષભાઇ જાની, અજયભાઇ જોષી, હિરેન કાવઠીયા, નંદલાલભાઇ માંડવીયા, ડી.વી. મહેતા, મનોજભાઇ કલ્યાણી, અનુપમભાઇ દોશી, અજયભાઇ પટેલ, દુર્લભસિંહ રાઠોડ, કશ્યપભાઇ છોટાઇ, સંજયભાઇ ટાંક તથા ડો. જનકભાઇ મારૂૂએ અપીલ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement