For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ ડિવિઝનમાં 45 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

11:50 AM Oct 16, 2025 IST | Bhumika
વેરાવળ ડિવિઝનમાં 45 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

વેરાવળ ડિવિઝન હેઠળના વેરાવળ, પ્રભાસ પાટણ, સુત્રાપાડા અને તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસ અંતર્ગત જપ્ત કરાયેલા વિદેશી દારૂૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 45 લાખ રૂૂપિયાથી વધુ કિંમતની 25 હજારથી વધુ બોટલોનો સમાવેશ થાય છે.
આ નાશ કરવાની કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશી, ડી.વાય.એસ.પી. વી.આર. ખેંગાર, મામલતદાર પરસાનિયા, તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની સંયુક્ત ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ડિવિઝનના ચારેય પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂૂના જથ્થાને વેરાવળ બાયપાસ નજીકના એક ચોક્કસ સ્થળે એકત્રિત કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા જથ્થામાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની આશરે 18 હજાર બોટલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની 3,200 બોટલ, સુત્રાપાડા પોલીસ સ્ટેશનની 1,500 બોટલ અને તાલાલા પોલીસ સ્ટેશનની 1,700 બોટલનો સમાવેશ થાય છે. કુલ મળીને આશરે 25 હજાર વિદેશી દારૂૂની બોટલોને રોડ પર પાથરી તેના પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થળ પર પોલીસ તંત્ર અને નશાબંધી વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા જાળવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement