For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં વધુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ

10:59 AM Jul 27, 2024 IST | Bhumika
રાજ્યમાં વધુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ
Advertisement

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે અને ગઈ કાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘ મલ્હાર જોવા મળશે અહીં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, દીવમાં યલો એલર્ટ જાહેર કર્યો છે.

રવિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે સોમવારે સુરત, નવસારી, વલસાડ,દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.

ગઈ કાલે રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં તાપીના ઉચ્છાલમાં સૌથી વધુ અઢી ઇંચ, કુકરમુંડામાં દોઢ ઇંચ, નિઝરમાં 1 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 20 ઇંચ સાથે મોસમનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement