બોટાદ જિલ્લામાં પ્રથમવાર ત્રિપલ તલાકની ઘટના બની
બોટાદ જિલ્લામા પ્રથમ વખત ત્રિપલ તલાકની ઘટના જોવા મળી હતી. રાણપુર શહેરમાં રહેતા અને ત્રણ સંતાનની માતા 50 વર્ષીય મહિલાને તેના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતાં મહિલાના પતિએ ત્રણવાર તલાક બોલી તલાક આપતાં મહિલાએ તેના પતિ વિરૂૂદ્ધ રાણપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાના પતિ વિરૂૂદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.બોટાદ જિલ્લાના રાણપુરમાં રહેતા 50 વર્ષીય મુમતાજબેને તેમના પતિ શરીફભાઈ અબ્દુલભાઈ ગાંજા વિરૂૂદ્ધ તલાક મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુમતાજબેનનું પિયર બોટાદ છે અને 30 વર્ષ પહેલાં તેમના લગ્ન રાણપુર ગામે રહેતાં શરીફભાઈ અબ્દુલભાઈ ગાંજા સાથે થયા હતા. તેમને સંતાનમા 3 દીકરી અને 1 દીકરો છે. બે દિવસ પહેલાં તેમના પતિ સાથે નાની બાબતે તકરાર થતાં મુમતાજબેનના પતિ શરીફભાઈ ગાંજાએ તેમના ઘરે પરિવારના સભ્યોની હાજરીમાં ત્રણવાર તલાક બોલીને મુમતાજબેનને તલાક આપ્યા હતા. જ્યારે મુમતાજબેને તેમના પરિવારને વાત કરતાં તેમના પરિવારે શરીફભાઈને સમજાવ્યા હતા. પરંતુ શરીફભાઇ સમજ્યાં નહોતાં. જેથી મુમતાજબેને રાણપુર પોલીસ તેના સ્ટેશનમા મુસ્લિમ અધિનિયમ કલમ હેઠળ 498(3), 323, 504, 506(2) મુસ્લિમ અધિનિયમ 2018 કલમ 3,4 મુજબ ફરીયાદ દાખલ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.