મનપામાં પ્રથમ વખત ડે. કમિશનરની ખાતાકીય ભરતી
મહાનગરપાલિકામાં હાલ ત્રણેય ઝોન માટે ત્રણ ડે.કમિશનર કાર્યરત છે. પરંતુ દક્ષિણઝોનલ કચેરી ટૂંક સમયમાં શરૂ થવાની હોવાથી મહાનગરપાલિકાએ પ્રથમ વખત ડે.કમિશનરની ખાતાકિય ભરતી માટે જાહેર રાત કરી છે. જે અંતર્ગત આસી.કમિશનર તેમજ મેનેજર તરીકેની કામગીરીનો અનુભવન માંગવામાં આવ્યો છે. બિનઅનામત કેટેગરીની ડે.કમિશનરની એક જગ્યા ભરમાં આવશે.
રાજકોટ શહેર ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ કચેરી માટે ડે.કમિશનરની નિમણુક કરવામાં આવી છે. પરંતુ શહેરનો વ્યાપ વધતા ચોથી ઝોનલ કચેરીની જરૂરીયાત ઉભી થતા કોઠારીયા વિસ્તારમાં નવી દક્ષિણઝોન કચેરી તૈયાર કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે અને આ ઝોનલ કચેરી ખાતે અન્ય સ્ટાફની સોથોસાથ ડે.કમિશનરની નિમણુક કરવાની હોવાથી મનપાએ બિન અનામત નાયબ મ્યુ.કમિનરની એક જગ્યા ભરવા માટે ખાતાકિય ભરતીની જાહેરાત કરી છે. આસી.કમિશનર તરીકેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ અથવા મેનેજર તરીકેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ ઉમેદવારની લાયકાત હોવાનુ જણવામાં આવ્યુ છે. એક જગ્યા ભરવામા આવશે. જેમાં સાત પગારપંચ મુજબ પગાર ધોરણ રૂા.78800થી રૂા. 20,9200પે- મેટ્રિક્સ લેવલ રહેશે તેમજ ઉમેદવારો માટે અલગ અલગ નિયમોનુ પાલન ફરજિયાત રહેશે. ભરતી માટેની દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડિંગમાં મજૂર કરવામાં આવશે.