સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત જ કાર્તિક પૂર્ણિમાનો મેળો માગસર માસમાં યોજાશે
વિશ્વ પ્રસિધ્ધ બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાનો મેળો જે સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ-વાવાઝોડા-પવનને કારણે કાર્તિક મહિનામાં જે બંધ રખાયેલ તે કાર્તિક પૂર્ણિમામાનો મેળો માગસર મહિનામાં એટલે કે તા.27/11 થી1/12 સુધી સોમનાથ ટ્રસ્ટના બાયપાસ પાસેના સદભાવના મેદાનમાં યોજાશે સોમનાથ એ હરિ અને હરની ભૂમિ છે સામાન્ય રીતે કાર્તિક પૂર્ણિમાનાએ ભગવાન શિવનો મહિમા દર્શાવતા પૌરાણિક-ધાર્મિક કથાઓ છે.એટલે કે હર...ની કથા આ ફેરવાયેલી તારીખોમાં પણ હરિ...ની પુણ્યપવિત્ર કથાઓ વર્ણવાયેલી છે.મેળાના સમાપન દિવસ તા.1/12ના રોજ યુગાવતાર ભગવાન શ્રીકૃષ્ણના ચરણ પાદુકા-ગીતા ગ્રંથ પૂજન અને ગીતા પાઠ યોજાય છે અને સોમનાથના ગીતા પાઠ મંદિરના સ્થંભો ઉપર ગીતાજીના અઢાર અધ્યાય અંકિત કરવામા આવ્યા છે.ભગવાન શ્રીકૃષ્ણે અહીંથી જ સ્વધામગમન પ્રસ્થાન કર્યું હતું. સોમનાથ મંદિર માટે ચાલુ વરસના મેળાનો સમાપન દિવસ છે.તા.1/12 જે સોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિધ્ધી દિવસ છે.
દેશની સ્વતંત્રતા બાદ સોમનાથ મંદિરના સાગર કિનારે વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો હતો અને 11 મે 1951ના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ થયું અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિના હસ્તે ભગવાન સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.ત્યારબાદ પણ મંદિરનું બાંધકામ ચાલતું હતું અને નાગર શૈલીના કૈલાસ મહામેરૂૂપ્રસાદ પ્રકારના શિખર અને સભા મંડપ સહિત મંદિરના આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવામાં આવ્યું હતું.આમ પ્રર્વતમાન સોમનાથ મંદિર નિર્માણ કાર્ય સંપુર્ણ રીતે સંપન્ન થતા દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ શંકરદાયલ શર્માના હસ્તે 1 ડીસે.1995ના રોજ નૃત્ય મંડપ ઉપર કળશ રોપણ કરીને રાષ્ટ્રને સમપિત કરવામા આવ્યું હતું.સોમનાથ ટ્રસ્ટ 1 ડિસે.ને સોમનાથ મંદિર સંકલ્પ દિવસ તરીકે ઉજવે છે.તે દિવસે સરદાર વંદના-વિશેષ મહાપૂજા-પુષ્પાંજલી કાર્યક્રમ યોજાય છે.ગીતા જયંતિએ ગીતા મંદિરે ગીતાગ્રંથ પૂજન-ગીતાજી પાઠ,ચરણપાદુકા પૂજન સહિત પ્રાસંગિક ઉજવણી કરાય છે.
આ મેળાના છેલ્લા દિવસે 1 ડિસે.એ મોક્ષદા એકાદશી પણ છે જે ભાવિકો માટે દાન-પૂણ્ય,જપ,દર્શન અને અનેકો રીતે મહિમામય છે. છે તે રીતે જ હરિની પૂણ્યભૂમિ સોમનાથ એટલે હર શિવની ભૂમિ કેટલાય વરસોમાં પ્રથમવાર જ છે.આમ હરિહરની ભૂમિમાં કદાચ ન ભૂતો ભવિષ્યતિ આ ત્રિસંયોગ રચાયો છે.