ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપૂત કન્યા કુ.હેતવીનો 8મીએ જૈન શાસનમાં દિક્ષા મહોત્સવ

04:30 PM May 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પાંચ દિવસનો દિવ્ય મહામહોત્સવ રાજપૂત પરિવારનાં આંગણે: રવિવારે સવારે ગુરુભગવંતોનો ભવ્ય વરઘોડો કરણપરા ચોક ખાતે સાંજે રાજપૂતની ડેલીએ ડાયરો

Advertisement

અનંત સુખોને પ્રાપ્ત કરવા માટે સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કર્યા વગર બીજો કોઇ માર્ગ નથી, રત્નત્રયીની આરાધના માટે ત્યાગ જ મહામંત્ર છે. આત્મા અનાદિકાળથી કર્મના કારણે જુદી જુદી ગતિઓમાં ભટકયા કરે છે. આ પરિભ્રમણમાંથી છૂટવા માટે સર્વત્યાગનો માર્ગ શ્રેયકર છે. ગુરૂૂભગવંતોના પાવન સત્સંગ અને સંસર્ગથી રાજકોટના રજપૂત પરિવારનાં વિમલભાઈ મનુભાઈ પરમારની પુત્રી ચિ.હેત્વી (ઉ.વ.20) સંસારના સ્વરૂૂપને જાણ્યા પછી યુવા વયે વ્રજયાનો માર્ગ ગ્રહણ કરીને આત્મકલ્યાણના પંથે પગલા માંડશે. મુમુક્ષુ ચિ. હેત્વીનું હૈયાના હેત સાથે દેરાવાસી, સ્થાનકવાસી, જૈન સમાજમાં સન્માન કરાયુ છે. રાજકોટનાં વિવિધ સ્થાનકવાસી તેમજ દેરાવાસી સંઘો દ્વારા તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાત અને મુંબઇ, ઇંદોર, ચેન્નઈ, કલકત્તા સહીતનાં શહેરોમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી સામૈયું તથા સંઘ સન્માન થઇ રહ્યા છે.

મુમુક્ષુ ચિ. હેત્વી પરમાર કચ્છ વાગડ અઘ્યાત્મ યોગી કલાપૂર્ણસૂરિજી સમુદાયના ગચ્છાધીપતિ કલાપભસૂરિજી મહારાજ તથા આચાર્ય દેવેશ તીર્થભદ્ર વિજયજી મહારાજના આશીર્વાદ મેળવ્યા છે. ચિ. હેત્વી ના હૈયામાં પ્રવજયાના ઉત્કૃષ્ટ ભાવ તેમના મામા મહારાજ તીર્થહંસવિજયજી મહારાજ (હર્ષભાઈ) એ અસ્થિમજ રૂૂપે કર્યા અને વિરતીનાં પરિણામમાં પરિવર્તન પામ્યા. ચિ.હેતવી તેમનું જીવન સાઘ્વીજી જયરેખાશ્રીજી મહાસતીજી નાં પરિવારમાં સાધ્વી જિનેશ્વરાશ્રીજી મહાસતીજીને સમર્પિત કરશે.

રાજકોટનાં કરણપરા વિસ્તારમાં પ્રિતા પાન અને પ્રિતા સોપારીનાં વ્યવસાય સાથે સંકળાયેલ રજપુત પરિવારનાં મનસુખભાઈ પરમાર તથા જયશ્રીબેન મનસુખભાઈ પરમારનાં પુત્ર વિમલભાઈ પરમાર તથા તેમના જીવન સંગીની ઉન્નતીબેન પરમારની પુત્રી ચિ.હેત્વી વિમલભાઈ પરમાર માત્ર 20 વર્ષની કુમળી વયે જૈન દિક્ષા લેવા જઈ રહયા છે, આ કદાચ પ્રથમ વાર જ બનેલ છે કે કોઈ રજપૂત ક્નયા જૈન સમાજમાં દિક્ષા લઈ રજપૂત સમાજનું નામ રોશન કરવા જઈ રહયા છે આ સમસ્ત રજપૂત સમાજ માટે એક ગૌરવસમી ક્ષણ બની રહેલ છે. ચિ.હેત્વી પરમારનાં નાના કમલેશભાઈ દામાણી જૈન ધર્મનાં મુળ સિઘ્ધાંતોને પોતાના જીવનમાં એટલા સુંદર વણેલા કે સુર્યાસ્ત પછી ક્યારેય જમવાનું તો નહિં પરંતુ શારિરીક પ્રતિકૃળતાની પળોમાં પણ સુર્યાસ્ત પછી કયારેય વાપરયું નથી.

કંદમુળ ત્યાગની સાથે જૈનોની કુળદેવી સમા જીવદયાના પરિણામ પણ એટલા જ મજબ્ુાત હતા. રસોઈધર થી માંડી સમગ્ર ધરમાં જયણા ધર્મની ઉજ્જવલ પાલના દ્રષ્ટીગોચર થાય તો ભાવદયા રૂૂપ કષાયની મંદતા વિષય વેરાગ્ય પણ એટલો જ અદ્ભુત. આવા સંસ્કારરૂૂપિ ગુણ સાથે કમલેશભાઈ દામાણી અને આશાબેનના દિકરા ચિ.હર્ષએ માત્ર ને માત્ર 13 વર્ષની ઉમંરે આજથી 15 વર્ષ પહેલા દિક્ષા ગ્રહણ કરેલ હતી, આજે એ જ દામાણી પરિવારની દિકરી અ.સૌ. ઉન્નતી વિમલભાઈ પરમારનાં પરિવારમાં પણ આદર્શ વૈરાગી ગુણ મુમુક્ષુ ચિ.હેત્વી પરમારએ ખૂબ જ સુંદર રીતે દીપાવ્યા છે.

રજપૂતાણીનાં રાજપથ પ્રયાણનો પ્રથમ દિવસ તા.4-5-2025 રવિવાર સવારે 7.00 કલાકે આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાઓનો નગર પ્રવેશ નિમિતે ભવ્યાતિ ભવ્ય સ્વાગત વરધોડો નિકળશે જેમાં વિશાળ સંખ્યામાં જૈન સમાજ તેમજ રજપૂત સમાજનાં ભાઈ-બહેનો ઉપરાંત કાર તેમજ ટુ વ્હીલર ધારકો તેમજ જૈન સમાજનાં સાધુ-સંતો જોડાશે, આ વરધોડામાં ડેકોરેટવી બગી, સાફાધારી અને બેડાધારી બહેનો, વેશભુષામાં સજ્જ બાળકો, ઢોલ નગારા સાથે આ વરઘોડો શ્રી આશાપુરા મંદિર પાસે થી પ્રારંભ થઈ, સંતોષ ડેરી ફાર્મ, કરણપરા ચબ્ુાતરા ચોક, મઢુલી ચોક, જિનાજ્ઞા, ડો.કેશુભાઈ દવાખાનું, કોર્પોરેશન ચોક, જી.ટી. ગર્લ્સ સ્કુલ, ગેસ્ફોર્ડ સિનેમા, માલવીયા ચોક, મહાવીરભુવન જૈન બોર્ડીંગ ખાતે પૂર્ણાહુતિ થશે.

વરધોડા દરમ્યાન જ નવકારશીનાં પાસ આપવામાં આવશે, સવારે 8.30 સકલ સંઘની નવકારશી ત્યારબાદ સવારે 9.00 કલાકે વસ્ત્ર રંગોત્સ્વ તથા પૂ.ગુરુભગવંતોનું મનનીય પ્રવચન જેમાં સંગીત અંકુરભાઈ શાહ-સુરત, બપોરે 2.30 કલાકે ડીયર હેત્વી નામક કાર્યક્રમ પ્રહલાદ પ્લોટનાં બહેનો પ્રસ્તુત કરશે, સાંજે 7.00 કલાકે શ્રી પ્રહલાદ પ્લોટ દેરાસરની અદભુત મહાપુજા શ્રીસંઘનાં યુવક મંડળ દ્વારા કરવામાં આવશે તેમજ સાંજે 8.00 કલાકે કરણપરા ચોક ખાતે રજપૂતની ડેલીએ ડાયરો કાર્યક્રમ યોજાશે જેમાં સુપ્રસિઘ્ધ લોકસાહીત્યકાર શ્રી હરદેવભાઈ આહિર તથા તેમની મંડળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, આ ડાયરમાં સમસ્ત આમ પ્રજાજનો પધારવા પરમાર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

દિક્ષા મહોત્સવ બીજો દિવસ - 5-5-2025 સોમવાર સવારે 9.00 કલાકે યાત્રા - શ્રાવક જીવન થી શ્રમણ જીવન ઉપર માણવાલાયક કાર્યક્રમ જેનાં ઉદબોધક શાસનભાઈ શાહ અને ઉદ્ગાન - સૌમીલભાઈ શાહ દ્વારા રજુ કરાશે, બપોરે 2.30 કલાકે શ્રી શાંતિ સ્નાત્ર પૂજન કરાવશે વિધીકાર ડો.પ્રવિણભાઈ શાહ અને સંગીત આપશે સૌમીલભાઈ શાહ, સાંજે 8.00 કલાકે - હું દિકરી વિષય ઉપર જાણીતા મોટીવેશનલ સ્પીકર કિન્નરીબા જાડેજા પોતાની આગવી શૈલીમાં ઉદ્બ્ાોધન કરશે. સાથે સાથે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને કોટેચા સ્કુલનાં પ્રિન્સીપાલ ડો.સ્વાતીબેન જોશી પણ વિશેષ હાજરી આપશે તેમજ રાયપુરથી ડો.પરણીતાબેન શેઠીયા પણ તેમની વિશેષ શૈલીમાં રજુઆત કરશે અને પ્રોફેસર રાજીબેન કડછા પણ વિષયની વિશેષ છટાંથી રજુઆત કરશે. ઉપરોકત કાર્યક્રમ મહાવીર ભુવન, માલવીયા ચોક, રાજકોટ ખાતે યોજાશે.

દિક્ષા મહોત્સવ ત્રીજો દિવસ - 6-5-2025 મંગળવાર સવારે 9.00 કલાકે પૂ.ગુરુભગવંતોનું માર્મિક પ્રવચન તથા સંયમ છાબ ઉત્સવ જેમાં અમદાવાદનાં ભાવિકભાઈ મહેતા અને હાર્દિકભાઈ બાગરેચા ખાસ પ્રસ્તુતી કરશે. બપોરે 2.30 કલાકે સમસ્ત રાજકોટનાં મહીલા મંડળની સામુહિક સાંજી કાર્યક્રમ મહાવીર ભુવન, માલવીયા ચોક, રાજકોટ ખાતે યોજાશે. રાત્રે 8.30 કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે પાર્થ શુકલા દ્વારા દિગ્દર્શિત દિલઘડક નાટકની સત્રંગી રે કાર્યક્રમ રજુ કરાશે.દિક્ષા મહોત્સવ ચોથો દિવસ - 7-5-2025 બ્ુાધવાર સવારે 7.00 કલાકે મુમુક્ષુ કુમારી હેતવીબેનનો રાજાશાહી વરધોડો રાજકોટનાં રાજમાર્ગ ઉપર નિકળશે જેમાં કરણપરા ગરબી ચોક, કરણસિંહજી મેઈન રોડ, કોર્પોરેશન ચોક, ત્રિકોણબાગ ચોક, જી.ટી. ગર્લ્સ સ્કુલ, ગેસ્ફોર્ડ સિનેમા રોડ, માલવીયા ચોક, મહાવીરભુવન જૈન બોર્ડીંગ ખાતે પૂર્ણાહુતિ થશે. વરઘોડા દરમ્યાન જ નવકારશીનાં પાસ આપવામાં આવશે. સવારે 8.30 કલાકે સકલ સંઘની નવકારશી તથા બપોરે 4.30 કલાકે અંતિમ વાયણું મહાવીર ભુવન, માલવીયા ચોક ખાતે, સાંજે 7.30 કલાકે સંસારી અવસ્થાની અંતિમ સંઘ્યા.. હવે દિકરી ગણાશે મહેમાનમાં... કાર્યક્રમ પ્રસ્તુત કરશે સ્મિતભાઈ કોઠારી - મુંબઈનાં શબ્દાંકન અને ગૌતમભાઈ બારીયા-મુંબઈનાં સ્વરાંકનમાં યોગી સભા ગૃહ, અક્ષરમંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રજુ કરાશે.

દિક્ષા મહોત્સવ પાંચમો દિવસ -8-5-25 ગુરુવાર મુમુક્ષુ હેત્વી પરમારનો ઉદય થશે સંયમ સ્થાનમાંસવારે 6.30 કલાકે ભવનિસ્તારિણી દીક્ષાનો મંગલ પ્રારંભ કરાશે જેમાં શબ્દોનો વૈભવ પાથરશે સુરતનાં હાર્દિકભાઈ શાહ અને સ્વર પુરાવશે અમદાવાદનાં શનીભાઈ શાહ, સવારે 8.30 કલાકે સકલશ્રી સંઘની નવકારશી યોગી સભા ગૃહ, અક્ષરમંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે.અલૌકીક સંયમોત્સવમાં પાવન નિશ્રા પાઠવશે.

મુમુક્ષુ ચિ.હેત્વીને દિક્ષા પ્રદાન કરનાર ગુરૂ ભગવંતો મહાસતીજીઓ
મુમુક્ષુ ચિ.હેત્વી પરમારને દિક્ષા પ્રદાન કરવા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય તીર્થભદ્ર સૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ તીર્થરતીવિજયજી મહારાજ, પંન્યાસ તીર્થરુચી મહારાજ આદીઠાણા, ગોંડલ સંપ્રદાયનાં ધીરજમુનિ મહારાજ તેમજ મહાસતીજીઓમાં ગોંડલ સંપ્રદાયનાં જ્યોતિબાઈ મહાસતીજી, સ્મિતાબાઈ મહાસતીજી આદિ ઠાણા તેમજ દેરાવાસી સમુદાયમાંથી સાધ્વી જયપ્રજ્ઞાશ્રીજી મ., સાઘ્વી ભવ્યદર્શનાશ્રીજી મ., સાઘ્વી જિનદર્શનાશ્રીજી મ., સાઘ્વી જયમંગલાશ્રીજી મ., સાઘ્વી જયરેખાશ્રીજી મ., સાઘ્વી જયનંદિતાશ્રીજી મ., સાઘ્વી જિનાજ્ઞાશ્રીજી મ., સાઘ્વી જિજ્ઞેષાશ્રીજી પ., સાઘ્વી જિનેશ્વરાશ્રીજી આદિ શ્રમણીવૃંદ પાવન નીશ્રા પાઠવશે.

પરમાર પરિવારની કુલદીપિકા દિક્ષાર્થી ચિ.હેત્વી પરમારના પરિચયની ઝલક...
હેત્વી પરમાર આજ સુધી એ સુખની છોળોમાં ઉછરેલી... રાજવી વૈભવોની વચ્ચે અને હુલરાવેલ, રાજકુંવરી સમી સાહેબીમાં એને રમાડેલ... સ્વપનમાં પણ એમણે દુ:ખનાં દર્શન કરેલ નથી. છતાયં આ સઘળાય રંગરાગથી એનું અંતર લેપાયું નહિં. આજે આ નાનકડી હેત્વી સુખનું આંગણું છોડીને સાધનાનાં માર્ગે પા..પા... પગલી ભરી રહી છે... આજ સુધી શ્રમણોપાસકએ જેનો શુઘ્ધ ધર્મ હતો એ આજે શુઘ્ધધર્મોપાસક શ્રમણ બની રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement