મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઇ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ મહબૂબનગર અને ઓખા મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 09575 રાજકોટ મહબૂબનગર સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર રાજકોટ સ્પેશિયલના ફેરાને 30 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 09520 ઓખા મદુરાઈ સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09519 મદુરાઈ ઓખા સ્પેશિયલના ફેરાને 02 જાન્યુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09575 અને 09520 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 29 નવેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.