For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આધાર માટે જન્મના દાખલામાં સળંગ નામનો નિયમ અમલી બનતા દેકારો

05:24 PM Mar 01, 2024 IST | Bhumika
આધાર માટે જન્મના દાખલામાં સળંગ નામનો નિયમ અમલી બનતા દેકારો
  • વર્ષ 2000 પહેલાંના તમામ દાખલાઓ અમાન્ય ગણવામાં આવી રહ્યા છે, હાલ સરકારે બનાવેલ જન્મ-મરણ નોંધણીના સોફ્ટવેરમાંથી સળંગ દાખલા ન નીકળતા હોવાનું તંત્રએ જણાવ્યું

ભારતભરમાં આધારકાર્ડ એક પોતાની હૈયાતીનો પુરાવો બની ચુક્યું છે જેના લીધે દરેક વ્યક્તિ પોતાનું આધારકાર્ડ બનાવવા માટે કોર્પોરેશન ખાતે નિયમ મુજબના જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરી આધારકાર્ડ કઢાવી શકે છે પરંતુ છેલ્લા થોડા સમયથી સરકારના જન્મ-મરણ નોંધણી સોફ્ટવેરમાંથી સળંગ નામવાળા દાખલાઓ ન નિકળતા અને આધારકાર્ડના નવા નિયમ મુજબ જે વ્યક્તિનો જન્મનો દાખલો હોય તેનું સળંગનામ દાખલામાં હોવું જરૂરી છે. તેવી અમલવારી શરૂ કરતા જૂના દાખલા ઓ ધરાવનાર લોકોમાં દેકારો બોલી ગયો છે. અને તંત્રએ પણ 2000ની સાલ પહેલાના તમામ દાખલાઓમાં વ્યક્તિ અને તેના વાલીનું નામ અલગથી હવાના કારણે આલોકોના આધારકાર્ડ નિકળતા નથી તેમ જણાવ્યું છે.

Advertisement

આધારકાર્ડની કામગીરીમાં હવે નવો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં આધારકાર્ડ માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં જન્મના દાખલામાં પ્રથમ વ્યક્તિદનું નામ અને સાથે વાલીનું નામ અને અટક હોવી જરૂરી બનાવી છે. આથી 2000ની સાલ પહેલા કાઢવામાં આવેલા તમામ જન્મના દાખલામાં પ્રથમ નામ વ્યક્તિનું જ હોય છે. ત્યાર બાદ બીજા ખાનામાં વાલીનું અને અટક લખેલી હોય છે. અને આ પ્રકારનો દાખલો વર્ષોથી ચાલી રહ્યો છે. ત્યારે જ આધારકાર્ડ કેન્દ્રમાં સળંગનામ વાળા જન્મના દાખલાનો આગ્રહ શરૂ કરાતા અરજદારોમાં દેકારો બોલી ગયો છે. મનપાના આધારકાર્ડ કેન્દ્ર ખાતે આવતા મોટાભાગના અરજદારો પાસે અલગ અલગ નામનો જન્મનો દાખલો હોવાના કારણે તેમને ધરમના ધક્કા થઈ રહ્યા છે. આ મુદ્દે જન્મ-મરણ વિભાગમાં તપાસ કરતા માલુમ પડેલ કે, 2000ની સાલથી રાજ્ય સરકારનો જન્મ-મરણનો સોફ્ટવેર અમલમાં આવ્યો છે અને તેના આધારે જ દાખલા કાઢવામાં આવી રહ્ય છે. જેમાં નામ અલગ અલગ આવતા હોવાથી રાજ્ય સરકારના સોફ્ટવેરની ભૂલના કારણે હાલમાં નિકળતા દાખલામાં બન્ને નામ અલગ આવે છે. જે દાખલો આધારકાર્ડમાં ચાલતો નથી આથી આધારકાર્ડના નવા નિયમોની અમલવારી થતાં જ મોટાભાગના અરજદારોમાં અસંતોષ વ્યાપ્યો છે. જેની સામે તંત્ર પણ લાચાલ હોય તેમ સમગ્ર દોશનો ટોપલો રાજ્ય સરકારના સોફ્ટવેર ઉપર ઢોળી દેવામાં આવ્યો છે.

Advertisement

તંત્રએ પોતાનું સોફ્ટવેર શરૂ કર્યુ
જન્મ-મરણ વિભાગનીકામગીરી માટે દરેક મહાનગરપાલિકા પાસે પોતાના સોફ્ટવેર હતા જેના આધારે દાખલા કાઢવાની કામગીરી થતી હતી પરંતુ 2000ની સાલથી રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં એક સોફ્ટવેર અમલમાં મુકી આ પધ્ધતિ મુજબ દાખલા કાઢવાનું દરેક મહાનગરપાલિકા પાસે શરૂ કરાવ્યું હતું.પરંતુ સરકારના સોફ્ટવેર મુજબ જન્મના દાખલામાં અરજદારનું નામ અને તેના વાલીનું નામ અલગ અળગ જગ્યાએ આવતું હોવાથી આ દાખલો આધારકાર્ડમાં ચલાવવામાં નથી આવતો તેવી બુમારણ ઉઠતા હવે અલગ અલગ નામ વાળા દાખલા ધરાવનાર અરજદારોની સહુલીયત માટે કોર્પોરેશને ફરી વખત પોતાનું સોફ્ટવેર શરૂ કરી સળંગનામ વાળા દાખલા કાઢવાનું શરૂ કર્યુ છે. છતાં અરજદારોએ બબ્બે વખત લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતા બન્ને વીભાગોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે અને અરજદારોમાં પણ દેકારો બોલી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement