For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

01:44 PM Jun 04, 2025 IST | Bhumika
જૂનાગઢમાં ફૂટવેર શો રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના સામે છે. શહેર મધુરમ વિસ્તારમાં પફેમસ ફૂટવેરથ તરીકે ઓળખાતા એક જાણીતા શોરૂૂમના માલિકે પોતાના શોરૂૂમની બિલ્ડિંગમાં બીજા માળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે.

Advertisement

મૃતકની ઓળખ 45 વર્ષીય અશોક ટાંક તરીકે થઈ છે, જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢમાં ફૂટવેરનો વ્યવસાય કરી રહ્યા હતા અને વ્યવસાયિક વર્તુળમાં પણ એક નિભાવદાર અને શાંત સ્વભાવના વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.

આજ સવારે અશોક ટાંકે પોતાના શોરૂૂમ પર પહોંચ્યા હતા. પરંતુ કેટલાક સમય બાદ તેઓ ઉપરના માળે ગયા અને ત્યાં છતના હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે નીચેના સ્ટાફ કે આસપાસના લોકોએ તેમની ખોટ નોંધાવી, ત્યારે ઉપર જઈ જોયુ તો તેઓ દોરીના સહારે લટકતી હાલતમાં નજરે પડ્યા. દ્રશ્ય જોઈને લોકો ભયભીત બની ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરતાં મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી અને પ્રાથમિક દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.પોલીસનો કહેવું છે કે, અત્યારે અમે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પરિવારજનો તથા નજીકના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેથી આત્મહત્યાની પાછળનું સાચું કારણ બહાર આવી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement