સુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો
સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ તે પહેલા જ મોત નિપજ્યું
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહયા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં રૈયા રોડ પર આવેલા સુભાષનગરમાં ફૂટના વેપારીને ઉંઘમાં જ આવેલો હાર્ટ એટેક જીવલેણ નિવડ્યો હતો. રાત્રે સુતા બાદ સવારે ન ઉઠતા પરિવારજનો દ્વારા યુવાનને બેભાન હાલતમાં યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તે પહેલા જ તેનુ મોત નીપજ્યુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર સુભાષનગર શેરી નં.9માં રહેતા અને ફૂટના હોલસેલ વેપારી સાહિલભાઇ સલીમભાઇ ડાંગસીયા (ઉ.વ.32)ગત રાત્રે સુતા બાદ સવારે પરિવારજનો જગાડવા જતા તેઓ ઉઠતા ન હોય જેથી બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી રાત્રી સમયે ઉંઘમાં હાર્ટ એટેક આવી જતા મરણ ગયાનું જાહેર કર્યુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક સાહિલ એક બહેનનો એક નો એક ભાઇ હોવાનો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારજનોમાં ધેરો શોક છવાય જવા પામ્યો છે.