ખાદ્યતેલના વિક્રેતાઓને ત્યાં ફૂડના દરોડા, છ સેમ્પલ લેવાયા
ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 9 ને લાઇસન્સ અંગે નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા fsw વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી પંચાયત ચોક- જ્યોતિનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
મનપાના ફૂડ વિભાગ દ્વારા સિઝનનું તેલ લોકો ભરવાની શરૂઆત કરે તે પહેલા જ બ્રાંડેડ તેલના વિક્રેતાઓને ત્યાં આજે ચેકીંગ કામગીરી હાથ ધરી અલગ અલગ બ્રાંડના કપાસિયા તથા શિંગતેલના પાંચ સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ ખાદ્ય પદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 9 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટીસ ફટકારી હાઈજેનીક અંગે સુચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે (01)શ્રી બાલાજી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પટેલ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રાજ પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)આનંદ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)અમૃત વિજય ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)યશ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)માહીન ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (10)બાલાજી રેસ્ટોરેન્ટ (11)નેશનલ ચાઇનીઝ પંજાબી (12)ૠઉં 5 સેન્ડવિચ પીઝા (13)શંકર વિજય ડેરી ફાર્મ (14)પટેલ ડાઈનીંગ હોલ (15)ગાંધી સોડા શોપ (16)શિવ ઢોસા (17)કારગિલ ગાંઠિયા (18)ચીઝ ચિપ્સ (19)વ્રજ ડ્રાયફ્રૂટ (20)કૈલાશ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.