પાલિતાણાના જામવાળી ગામે 23 બાળકોને ફૂડ પોઇઝનિંગ
શિક્ષિકાના જન્મદિવસની પાર્ટીમાં ભોજન બાદ ઝેરી અસરથી ભારે દોડધામ
ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકના જામવાળી પ્રાથમિક શાળાના શિક્ષિકાના જન્મ દિવસે ભોજન આરોગનાર 120 વિદ્યાર્થીઓમાંથી 23 બાળકોને ઝાડા-ઉલ્ટીથી ફુડ પોઇઝનીંગની અસર થઇ જતા શિક્ષિકાના પરિવારજનો અને બાળકોના વાલીઓમાં દોડધામ થઇ પડી હતી. હોસ્પીટલમાં સારવાર હેઠળ તમામ બાળકો હાલ ભયમુક્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના જામવાડી ગામે પ્રાથમિક શાળાના 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનની અસર થઈ હતી. શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા ઉલ્ટીની અસર થઈ હોવાનું જાણવા મળેલ છે. શાળાની એક શિક્ષિકા ના જન્મ દિવસના ભોજન આરોગ્યા બાદ બાળકોને ફુડ પોઈઝીંગની અસર થઈ હતી.જેમાં 120 બાળકો માથી 23 ને થઈ સામાન્ય અસર થઈ હતી.
આ બનાવ ને લઈને આરોગ્યની ટીમો જામવાળી ગામે દોડી ગઈ હતી. તમામ બાળકોની તબીયતમાં સુધારો હાલ સામાન્ય અસર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી. હાલ તમામની હાલત સ્થિર અને સામાન્ય અસર થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે.