ફૂડ વિભાગના હવાતિયા : લાઈસન્સ અંગે પાંચ વેપારીને નોટિસ
ખાણી પીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી છતાં કાંઇ ન મળ્યું
મનપાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચકાસણી કામગીરી દરમિયાન વાધા જનક હાથ લાગતુ નથી તેવુ આજે પણ બન્યુ હતુ. ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી શંકાસ્પદ નમૂનાની સ્થળ ઉપર તપાસ કરેલ છતાં અખાદ્ય પદાર્થ હાથ લાગ્યો ન હતો. આથી ઉમિયાજી ગોગળી ભજીયા, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિકસ, ઓમ પ્રોવિઝન સ્ટોર, કેડી પાન અને ખેતલાઆપા ટી સ્ટોલને ફૂડ લાયસન્સ ન હોવાથી નોટિસ ફટકારી કામગીરી કર્યાનો આનંદ માન્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા આજે 23 ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરેલ જેમાં (1)ધરતી પરોઠા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2) રાધેકૃષ્ણ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3) સોમનાથ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4) ધરતી અનાજ ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (5) સોમનાથ ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (06) જલારામ ફરસાણ (07)બર્ગર ભાઉ (08) વિનાયક બેકરી (09) આશાપુરા અનાજ ભંડાર (10) ભૂમી અમૂલ પાર્લર (11) ઘનશ્યામ જનરલ સ્ટોર્સ (12) આરાધના પ્રોવિઝન સ્ટોર (13) શક્તિ દાળ પકવાન (14) રાધેશ્યામ ડેરી ફાર્મ (15) અન્નપુર્ણા ફરસાણ (16) પાલ્જી સોડા શોપ (17)જલારામ ખમણ હાઉસ (18)સોની મેડીસીન (19) જલિયાણ ફરસાણ (20)શિવશક્તિ ડ્રાયફ્રુટ (21) ઉમિયા ફરસાણ (22) મારુતિ પ્રોવિઝન સ્ટોર (23) સોમનાથ ડ્રાયફૂટસની ચકાસણી કરવામાં આવેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે દર્શાવેલ વિગતો મુજબ કુલ 02 નમૂના લેવામાં આવેલ જેમાં નાનામવા મેઇન રોડ ફેન’સ બેકયાર્ડ કિચનમાંથી ટમેટો સોસ અને વેઝ મસ્તાની શબ્જી સહિતના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.